દેશમાં કોરોનાના કેસમાં છેલ્લા બે દિવસથી થોડો ઘટાડો થયો છે. આ પહેલા રોજના ચાર લાખથી વધારે કેસ નોંધાતા હતા. કોરોના સામે બચવા માસ્ક, સેનિટાઇઝર અને સોશિયલ ડિસ્ટન્સિંગ મહત્વના છે. આ દરમિયાન સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થયો છે, જેમાં લાંબો સમય માસ્ક પહરેવાથી શરીરમાં ઓક્સિજન ઘટી જતો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.


વાયરલ મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે લાંબા સમય સુધી માસ્કના ઉપયોગથી શરીરમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધી જાય છે અને ઓક્સિજન ઘટી જાય છે. જે બાદ પીઆઈબીફેક્ટ ચેકે ટ્વીટ કરીને લખ્યું આ દાવો ખોટો છે. માસ્ક યોગ્ય રીતે પહેરીને કોરોના વાયરસને ફેલાતો અટકાવો. સોશિયલ ડિસ્ટન્સ રાખો અને નિયમિત હાથ ધોતા રહો.


કોરોના સામે બચવા ડબલ માસ્કિંગ 90 ટકાથી વધારે કારગર છે. ડબલ માસ્કિંગ એટલે એક સાથે બે માસ્ક પહેરવા. બંનેમાંથી એક સર્જીકલ અને એક કપડાંનું માસ્ક હોવું જોઈએ.






કેવી રહીતે પહેરશો ડબલ માસ્ક



  • સૌ પ્રથમ બે માસ્ક પસંદ કરો. એક્સપર્ટ્સ ત્રિપલ લેયર સર્જીકલ માસ્કની ઉપર સાધારણ કપડાનું માસ્ક પહેરવાની સલાહ આપે છે. આ બંને ન હોય તો કપડાંના બે માસ્ક પણ એકની ઉપર એક પહેરી શકાય છે.

  • માસ્કના ઈલાસ્ટિકના બંને છેડા પર ગાંઠ બાંધી લો. ત્યારબાદ નાક અને ચહેરા પર બાકીના કપડાંને અંદરની તરફ વાળો. તેનાથી માસ્ક ચહેરા પર  સારી રીતે ફિટ થઈ જશે અને સંક્રમણના સંભાવના ઘટશે. હવે તેની ઉપર સાધારણ કપડાંનું માસ્ક પહેરી લો.


ડબલ માસ્ક પહેરીને આટલું ચેક કરો



  • ડબલ માસ્ક પહેર્યા બાદ થોડીવાર ચાલીને શ્વાસ લો.

  • ચાલતી વખતે શ્વાસ લેવામાં તકલીફ નથી થતી ને તે તપાસો.

  • જો કોઈ સમસ્યા હોય તો એક જ શ્વાસ પહેરો.


આ માસ્ક એક સાથે ન પહેરો



  • એકની ઉપર એક સર્જીકલ માસ્ક ન પહેરો

  • N95ની સાથે બીજું માસ્ક પહેરવાની જરૂર નથી.


કયા પ્રકારના માસ્ક પહરેવાનું ટાળવું જોઈએ



  • ચેહરા પર સંપૂર્ણ ફિટ ન હોય અથવા ઢીલા હોય તેવા માસ્ક ન પહેરો

  • શ્વાસ લેવા માટે વાલ્વ હોય તેવા માસ્ક પહેરવાનું ટાળો

  • આખા ચહેરાને કવર ન કરતાં હોય તેવા માસ્ક પણ ન પહેરો.

  • એક જ લેયરના માસ્કનો ઉપયોગ શક્ય હોય ત્યાં સુધી ટાળો

  • શ્વાસ લેવામાં તકલીફ પડે તેવા માસ્ક અથવા પ્લાસ્ટિક કે લેધર જેવા કપડાંના માસ્ક ન પહેરો.


ડબલ માસ્ક ક્યારે પહેરવા જોઈએ?


ઘરેથી બહાર જવું હોય ત્યારે, ડોક્ટર પાસે કે હોસ્પિટલ જતી વખતે, ટ્રાવેલિંગ વખતે અને ભીડભાડવાળી જગ્યા પર જાવ ત્યારે અથવા તો  જ્યાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવું મુશ્કેલ હોય તેવી જગ્યાએ ડબલ માસ્ક પહેરવા જોઈએ.