Corona Vaccine: ભારત બાયોટેકની કોરોના વેક્સિન કોવેક્સિનને WHO તરફથી ઈમરજન્સી યૂઝ લિસ્ટમાં (EUL) સામેલ કરવામાં આવ્યા બાદ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, ડબલ્યુએચઓ દ્વારા અત્યાર સુધીમાં 8 રસીને EUL માં સામેલ કરવામાં આવી છે. અમને ખુશી છે કે તેમાંથી બે ભારતીય છે- કોવેક્સિન અને કોવિશીલ્ડ. વિશ્વના 96 દેશોએ આ બંને રસીને માન્યતા આપી છે.






તેમણે એમ પણ કહ્યું કે, દેશમાં અત્યાર સુધીમાં 109 કરોડથી વધારે રસીનો ડોઝ આપવામાં આવ્યા છે. હર ઘર દસ્તક અંતર્ગત હેલ્થ વર્કર્સ રસીકરણ અભિયાનને અંજામ આપવામાં તમામ લોકોના ઘરે જઈ રહ્યા છે. 96 દેશોએ કોવેક્સિન અને કોવિશીલ્ડને માન્યતા આપી છે. કોવિન એપના માધ્યમથી લિસ્ટ જોઈ શકાય છે.






UKએ પણ આપી કોવેક્સિનને મંજૂરી


દેશમાં જે લોકોએ સ્વદેશી 'કોવેક્સિન'નો ડોઝ લીધો છે તેમના માટે આ સારા સમાચાર છે. તેઓ હવે કોઈપણ જાતની મુશ્કેલી અને પરેશાની વિના યુકેની મુસાફરી કરી શકશે. 22 નવેમ્બરથી બ્રિટન આ રસીને મંજૂરીની યાદીમાં સામેલ કરશે. અગાઉ બ્રિટને આ રસીને મંજૂરી આપી ન હતી. ભારતમાં બનેલી રસીને વિશ્વ આરોગ્ય સંસ્થાની મંજૂરી મળ્યા બાદ યુકેએ પણ તેના ઉપયોગને મંજૂરી આપી દીધી છે. નોંધનીય છે કે અગાઉ યુકેએ આ રસીને માન્યતા આપી ન હતી. ડબ્લ્યુએચઓએ તાજેતરમાં કોવેક્સિનને મંજૂરી આપી છે. યુકે સરકારે WHOની મંજૂરી બાદ જ આ નિર્ણય લીધો છે. ભારતમાં બ્રિટનના હાઈ કમિશનર એલેક્સ એલિસે સોમવારે ટ્વીટ કરીને કહ્યું- "યુકે પ્રવાસ કરી રહેલા ભારતીયો માટે સારા સમાચાર છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની મંજૂરી પછી, હવે 22 નવેમ્બરથી કોવેક્સીનના બંને ડોઝ લેનારા ભારતીયોએ તેમની યુકેની મુલાકાત દરમિયાન સ્વ-અલગ નહીં રહેવું પડશે.