સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને કહ્યું કે, તમને સત્તામાં રહેવાનો કોઇ અધિકાર નથી. અદાલતે પંજાબ અને હરિયાણાને પણ ફટકાર લગાવી અને કેન્દ્ર તથા દિલ્હી સરકારને પરસ્પરના મતભેદ ભુલાવીને કામ કરવા કહ્યું. સુપ્રીમ કોર્ટે 10 દિવસમાં સ્મોગ રિડક્શન ટાવર યોજના બનાવવા પણ કહ્યું.
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલને કહ્યું, લોકોને ગેસ ચેમ્બરમાં રહેવા માટે કેમ મજબૂર કરવામાં આવી રહ્યા છે ? આ બધાને એક સાથે મારવા યોગ્ય છે. એક સાથે 15 બેગમાં વિસ્ફોટ ભરીને ઉડાવી દો. દિલ્હીમાં આરોપ-પ્રત્યારોપ ચાલી રહ્યા છે, હું સાચે જ સ્તબ્ધ છું.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તમે લોકોને દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણથી મરવા માટે છોડી શકો છો ? દિલ્હી-એનસીરમાં પ્રદૂષણના કારણે લાખો લાખોનું આયુષ્ય ઘટી ગયું છે અને લોકોનો શ્વાસ ઘૂંટાઈ રહ્યો છે.