સતારાના કરાડમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન શરદ પવારે દરેક સવાલના સ્પષ્ટ જવાબ આપ્યા હતા. તેમણે કહ્યું કે, અજિત પવાર સાથે તેમની હજુ સુધી કોઈ વાત નથી થઈ. ભાજપ સાથે હાથ મિલાવી લેનારા અજિત પવારની પાછળ શરદ પવારનો દોરી સંચાર હતો કે એવા સવાલનો જવાબ શરદ પવારે ટાળ્યો હતો અને માત્ર મલક્યા હતા અને કહ્યું કે, “જો એવું હોત તો હું મારા પક્ષના લોકોને તો સાથે લીધા હોત.’ તેમણે આગળ કહ્યું, ‘હું શિવસેના સાથે એટલો આગળ નીકળી ગયો છું ત્યારે હું આવું કેવી રીતે કરી શકું, તેના વિશે વિચારી પણ ન શકું.’
સરકાર રચવામાં મોડું થવા પર શરદા પવારે કહ્યું કે, અમે 5 વર્ષ માટે રાજ્ય ચલાવવા માગતા હતા. કોંગ્રેસ અને અમે સાથે હતા અને શિવસેના અલગ વિચારધારાવાળી હતી, માટે અમે તેની સાથે દરેક મુદ્દા પર વાત કરવા માગતા હતા. દરેક મુદ્દે સ્પષ્ટતા ઈચ્છતા હતા. શરદ પવારે કહ્યું, જ્યોર્જ ફર્નાન્ડિસની સાથે પણ અટલ બિહારી વાજપેયી સરકાર બનાવી હતી. એ સમય પણ અમે જોયો છે. ત્યારે વાજબાયે બધાને સાથે બેસાડીને જે વિવાદ હતા તેને અલગ રાખ્યા અને કોમન મિનિમમ પ્રોગ્રામ નક્કી કરીને સરકાર બનાવી.
શરદ પવારે કહ્યું કે, હવે જ્યારે ત્રણેય પક્ષ સાથે આવ્યા તો અનેક એવી વાતો હતી જેના પર શિવસેનાનો અલગ મત હતો. અમે તેને સાઈડમાં રાખ્યો અને સરકાર બનાવવાનું નક્કી કર્યું. શરદ પવારે કહ્યું, દેવું માફ કરવાનું કહેવું સરળ છે પરંતુ તે કેવી રીતે થશે તેના પર ચર્ચા થાય છે. શરદ પવારે આગળ કહ્યું, રાજનીતિમાં કોઈ વૃદ્ધ કે જવાન નથી હોતા, અહીં માત્ર પક્ષ હોય છે. તેમણે આગળ કહ્યું, સરકાર સંખ્યા પર ચાલે છે, અમે સરકાર બનાવવામાં સક્ષમ છીએ, અમે એ કરી લીધું છે.