બીગ બજારમાંથી 2000 રૂપિયા ઉપાડવા પર કેજરીવાલે ઉઠાવ્યા સવાલ, કહ્યું ડીલ શું છે

Continues below advertisement
નવી દિલ્લીઃ નોટબંધીથી મુશ્કેલી વેઠી રહેલી જનતાને હવે પ્રાઇવેટ કંપની બીગ બજારના કાઉન્ટર પરથી 2000 રૂપિયા રોકડા ઉપાડવાની સુવિધા આપવામાં આવી છે. આ સુવિધા 24 નવેમ્બરથી શરૂ થશે. બીગ બજારે જાહેરાત કરી છે કે, તેમના સ્ટોર પર ગ્રાહક પોતાના ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને પૈસા ઉપાડી શકે છે. ફ્યુચર બજારની કંપની બીગ બજારે આ અંગે માહિતી આપી છે. જાણકારી અનુસાર જે લોકો પાસે ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ નથી તે પોતાના ખાતામાંથી 2 હજાર રૂપિયા ઉપાડી શકશે. આમ જનતા દેશભરમાં અંદાજે 258 સ્ટોર પરથી બે હજાર રૂપિયા કેશ ઉપાડી શકે છે. આ મામલે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવલે કેંદ્ર સરકાર પર સવાલ ઉઠાવતા ટ્વીટ કરીને કહ્યું હતું કે, બીગ બજાર કેમ ? મોદીજી ડીલ શું છે? પહેલા રિલાયંસ ત્યાર બાદ પેટીએમ અને હવે બીગ બજાર.
Continues below advertisement
Sponsored Links by Taboola