Science News: જીવોની હત્યા કરવી એ કોઈપણ રીતે યોગ્ય નથી. પરંતુ ઘણી વખત લોકો ગુસ્સામાં કે ડરના કારણે આવું પગલું ભરે છે. આવું ખાસ કરીને સાપ સાથે થાય છે. ગામમાં સાપ કોઈના ઘરમાં આવે તો કોઈને ડંખ મારશે એવા ડરથી લોકો તેને મારી નાખે છે.


ઘણી વખત કોઈને સાપ કરડવાથી લોકો ગુસ્સે થઈ જાય છે અને સાપને મારી નાખે છે. આ લેખમાં અમે તમને જણાવીશું કે લોકો સાપને માર્યા પછી તેનું માથું શા માટે છૂંદી  નાખે છે. શું તેની પાછળ કોઈ વૈજ્ઞાનિક કારણ છે કે પછી લોકો અંધવિશ્વાસના કારણે આવું કરે છે.


આની પાછળનું કારણ શું છે?


આ સવાલનો જવાબ સાયન્સ ફેક્ટના રિપોર્ટમાં છુપાયેલો છે. વાસ્તવમાં, સાયન્સ ફેક્ટ તેના લેખમાં દાવો કરે છે કે કેટલાક સાપ એવા છે જે મરી જાય તો પણ તેમનું માથું લગભગ એક કલાક સુધી જીવંત રહે છે. મતલબ કે શરીર નિર્જીવ થઈ ગયા પછી પણ જીવ સાપના માથામાં રહે છે અને તે દરમિયાન તે કોઈને પણ નિશાન બનાવી શકે છે. આ જ કારણ છે કે સાપને માર્યા પછી લોકો તેનું માથું કચડી નાખે છે અથવા તો તેને માટીમાં દાટી દે છે, જેથી કોઈ પણ વ્યક્તિ આકસ્મિક રીતે તેના માથા પર પગ ન મૂકે અને તે સાપનો શિકાર બનવાથી બચી જાય.


નિષ્ણાતો શું કહે છે


અમેરિકાની મિઝોરી સધર્ન સ્ટેટ યુનિવર્સિટી(Missouri Southern State University)ના પ્રોફેસર ડેવિડ પેનિંગે આ બાબતે સાયન્સ ફેક્ટને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે સાપને તેના શરીરનું આંતરિક તાપમાન સરખું રાખવાની જરૂર નથી. આ જ કારણ છે કે તેને ઓક્સિજન માટે એટલી ઊર્જાની જરૂર પડતી નથી.


વિશ્વભરમાં સાપની 3700 પ્રજાતિઓ જોવા મળે છે


પ્રોફેસર ડેવિડ પેનિંગ વધુમાં કહે છે કે જો તમે કોઈપણ સસ્તન પ્રાણીનું માથું કાપી નાખો તો તે થોડી જ સેકન્ડોમાં મરી જશે. જો કે, સાપ સાથે આવું થતું નથી. વાસ્તવમાં, સાપને તેમના મગજને જીવંત રાખવા માટે એટલા ઓક્સિજનની જરૂર નથી હોતી, તેથી જ શિરચ્છેદ કર્યા પછી પણ, સાપનું માથું લગભગ એક કલાક સુધી જીવંત રહે છે. હાલમાં, વિશ્વભરમાં સાપની 3700 પ્રજાતિઓ જોવા મળે છે, જેમાંથી લગભગ 600 ઝેરી છે.