કોરોના વાયરસની બીજી લહેરેમાં હવે એક નહીં બે માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવે છે.તો કેવા પ્રકારનું માસ્ક હોય તો ડબલ પહેરવાની જરૂર રહે છે. અને ક્યુ માસ્ક વધુ કારગર છે જાણીએ..


સામાન્ય રીતે ત્રણ પ્રકારના માસ્ક મોજૂદ છે. N-95, સર્જિકલ માસ્ક, કપડાનું માસ્ક, N-95 માસ્ક સૌથી શ્રેષ્ઠ છે. તે 95 ટકા વાયરસથી સુરક્ષા આપે છે. જ્યારે સર્જિકલ માસ્કમાં 56 ટકા સુરક્ષા મળે છે તો કપડાના માસ્કમાં 51 ટકા સુરક્ષા મળે છે. CDC મુજબ N-95 માસ્ક જ ઉતમ છે.



N-95 માસ્કનો ઉપયોગ કરનારે ડબલ માસ્ક પહેરવાની જરૂર નથી રહેતી. જો આપ સર્જિકલ કે કપડાનું માસ્ક પહેરતા હશો તો ડબલ પહેરવું જરૂરી છે. ડબલ માસ્ક પહેરવાની યોગ્ય,રીત એ છે કે રહેલા સર્જિકલ માસ્ક પહેરો તેના પર કપડાનું સાદું માસ્ક પહેરો. આ રીતે માસ્ક પહેરવાથી 85 ટકા કોરોનાથી સુરક્ષા મળે છે.