ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી હાલ તેમના નબળા પ્રદર્શનના કારણે ચર્ચામાં છે.  ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સિરિઝમાં તેમના નબળા પર્ફોમ્સ મુદ્દે વાત કરતા તેમણે ડિપ્રેશનમાં હોવાનો ખુલાસો કર્યો હતો.


ઈંગ્લેન્ડ વિરૂદ્ધ ટેસ્ટ સિરિઝમાં ખરાબ પ્રદર્શન બાદ કોહલીનું પર્ફોમ્સ ચર્ચાનો વિષય બની ગયો છે. જો કે મેદાનમાં નબળા પદર્શન માટે તેમણે ડિપ્રેશનને જવાબદાર ગણાવ્યું છે. જો કે તેમના ડિપ્રેશનની વાતે તેમના ફેન્સે આશ્ચર્યમાં મૂકી દીધી છે.

તેના આ ખુલાસા અંગે પૂર્વ વિકેટકીપર ફારૂખ એન્જિનિયરે પ્રતિક્રિયા આપી છે. તેણે વિરાટને પૂછ્યું કે, જ્યારે તારી પાસે આટલી સુંદર પત્ની છે તો તું ડિપ્રેસ્ડ કઈ રીતે હોઈ શકે. ફારૂખ એન્જિનિયરે વેબસાઈટ સ્પોર્ટકીડાને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, જ્યારે તમારી પાસે આટલી સુંદર પત્ની હોય તો તમે ડિપ્રેસ્ડ કઈ રીતે હોઈ શકો છો? તમે પિતા બની ચૂક્યા છો. આ બધી જ ખુશી માટે તમારે ભગવાનનો આભાર માનવો જોઇએ.

વેબસાઇટ સ્પોર્ટકીડા સાથે વાત કરતા પૂર્વ વિકેટકીપરે ફારૂખ એન્જિનિયરે કહ્યું કે, ડિપ્રેશન પશ્ચિમ દેશની સમસ્યા છે. તેમણે જણાવ્યું કે,  આપણા ભારતીયોમાં ચઢાવઉતાર સામે લડવાની વધુ ક્ષમતા હોય છે,

વિરાટ કોહલીએ શું કહ્યું હતું

“આ પહેલા ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટને 2014ના ઇંગ્લેન્ડના પ્રવાસ વિશે વાત કરતા જણાવ્યું હતું કે, આ સમયે સૌથી ખરાબ હતો. હું  ખૂબ જ એકલતા અનુભવતો હતો. ત્યારે હું કેટલીક વસ્તુઓ બદલવા માટે કંઇ જ કરી શકતો ન હતો. આ સમયે એવું  ન હતું કે, હું કોઇ સાથે વાત ન હતો કરી શકતો પરંતુ પ્રોફેશનલી કેટલીક વસ્તુ હું કોઇ સાથે શેર ન હતો કરી શકતો અને મારી સમસ્યા કોઇને સમજાવી ન હતો શકતો”