નવી દિલ્હી: ચૂંટણી પંચે શુક્રવારે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. દક્ષિણ ભારતના રાજ્ય તમિલનાડુમાં 6 એપ્રિલના રોજ વિધાનસભાની 234 બેઠકો માટે મતદાન યોજાશે અને 2 મેના રોજ મતગણતરી થશે. ત્યારે તમિલનાડુમાં ફરી એકવાર એઆઈએડીએમકે સત્તામાં વાપસી માટે પૂરજોર પ્રયાસો કરી રહી છે. જ્યારે ડીએમકે ચૂંટણી જીતીને સરકાર બનાવવા માટે ભારે પ્રયાસ કરી રહી છે. ભાજપનું એઆઈએડીએમકે સાથે ગઠબંધન છે તો ડીએમકેને કોંગ્રેસનો ટેકો મળી રહ્યો છે. વિધાનસભાની ચૂંટણી પહેલા એબીપી ન્યૂઝ-સી વોટરે કરેલા સર્વે અનુસાર કોને કેટલી બેઠકો મળશે તે જાણો.


કોને કેટલી બેઠકો મળશે ?

એબીપી ન્યૂઝ - સી વોટરના ઓપિનિયન પોલ અનુસાર, તમિલનાડુમાં એઆઈએડીએમકે ગઠબંધનને 58 થી 66 બેઠકો મળવાનું અનુમાન છે. જ્યારે ડીએમકે ગઠબંધન સત્તા પર પાછું ફરતું જોવા મળી રહ્યું છે. અહીં ડીએમકે ગઠબંધનને 154 થી 162 બેઠકો મેળી શકે છે. જ્યારે અન્યના ખાતામાં 8 બેઠકો જવાની શક્યતા છે.

તમિલનાડુમાં હાલમાં ઈ પલાનીસામીની સરકાર છે. ગત ચૂંટણી 2016માં એઆઈએડીએમકેએ 136 બેઠકો જીતી હતી. જ્યારે મુખ્ય વિરોધી પક્ષ ડીએમકેએ 89 બેઠકો જીતી હતી. રાજ્યમાં સંપૂર્ણ બહુમતીવાળી સરકાર બનાવવા માટે ઓછામાં ઓછી 118 બેઠકોની જરૂર છે.