દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરે એન્ટીલિયાની પાસે વિસ્ફોટક ભરેલી કાર મળી આવ્યાના મામલે સઘન તપાસ થઇ રહી છે. સીસીટીવીમાં એક શખ્સ કારની પાસે પીપીઇ કિટમાં જોવા મળી રહ્યો છે. NIAએ આ શખ્સની શોધ માટે ચક્રોગતિમાન કર્યાં છે. 


ઉ્લ્લેખનિય છે કે, સચિન વાઝેની ચાલવાની સ્ટાઇલ સાથે પીપીઇ કિટ પહેરેલ વ્યક્તિની ચાલ મેચ થઇ રહી છે. NIAએ કહ્યું કે, "અત્યારસુધીના તપાસમાં સચિન વાઝે આ કેસમાં માસ્ટર માઇન્ડ હોય તેવું નથી જણાતું પરંતુ તે આ ઘટનાનો નાનો હિસ્સો જરૂર હોઇ શકે છે"



ઘટનાનો માસ્ટર માઇન્ડ કોણ?
હવે એનઆઈએ સમક્ષ સૌથી મોટો પડકાર સચિન વાજે પાસેથી માસ્ટર માઈન્ડનું નામ લેવાનું છે. જોકે, આજે બોમ્બે હાઈકોર્ટમાં સચિન વાજેની ધરપકડ સંદર્ભે સુનાવણી થઈ શકે છે. સચિન વાજેના વકીલ સની પૂનમિયાએ ધરપકડની વિરુદ્ધ હાઇકોર્ટમાં અપીલ કરી છે. આ અગાઉ એનઆઈએ કોર્ટમાં પણ સચિન વાજેના વકીલે કહ્યું હતું કે તે આખો કેસમાં માત્ર  શંકાના દાયરામાં છે. તેથી આ ધરપકડ સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, કારણ કે વાજે સામે કોઈ પુરાવા નથી મળ્યા. જેના જવાબમાં એનઆઈએ, તપાસના રિપોર્ટ અને  સીસીટીવી  સંબંધિત માહિતી રજૂ કરતા કોર્ટમાં કહ્યું કે, આ એક મોટું ષડયંત્ર છે, તેથી ધરપકડ અને રિમાન્ડ જરૂરી છે.


વાઝેની ધરપકડ પર મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું
સચિન વાઝેની ધરપકડ બાદ મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. શિવસેનાના મુખપત્ર સામનામાં શિવસેનાએ ભાજપ પર નિશાન સાધ્યું છે. સામનામાં પૂછવામાં આવ્યું છે કે, આ કેસમાં NIAની તપાસની શું જરૂર હતી? શિવસેનાએ લખ્યું છે કે, 'કેન્દ્રીય તપાસ એજન્સી NIAની અહીં તપાસ માટે ન આવવું જોઇએ.તેમણે વાઝેની ધરપકડ કરીને મુંબઇ પોલીસ વિભાગનું અપમાન કર્યું છે. આ બધું જ સુનિયોજીત રીતે ઘડવામાં આવ્યું છે. આ બધું જ રાજ્યની સ્વતંત્રતા પર એક આઘાત સમાન છે' સામાનામાં લખ્યું કે, 'સત્ય બહુ જલ્દી સામે આવશે'