coronavirus:કોરોનાની મહામારીમાં વેક્સિને જ અમોઘશસ્ત્ર માનવાામાં આવી રહ્યો છે. જો કે એવા પણ કેટલાક કેસ સામે આવી રહ્યાં છે કે, કોવિડના બંને ડોઝ લીધા બાદ પણ કોવિડના ભોગ બન્યાં હોય, આવું થવા પાછળ શું કારણ છે જાણીએ


કોરોનાની મહામારીમાં વેક્સિને જ અમોઘશસ્ત્ર માનવાામાં આવી રહ્યો છે. જો કે એવા પણ કેટલાક કેસ સામે આવી રહ્યાં છે કે, કોવિડના બંને ડોઝ લીધા બાદ પણ કોવિડના ભોગ બન્યાં હોય, આવું થવા પાછળ શું કારણ છે જાણીએ


કોરોનાની મહામારીમાં વેક્સિને જ અમોઘશસ્ત્ર માનવાામાં આવી રહ્યો છે. જો કે એવા પણ કેટલાક કેસ સામે આવી રહ્યાં છે કે, કોવિડના બંને ડોઝ લીધા બાદ પણ કોવિડના ભોગ બન્યાં હોય, આવું થવા પાછળ ડોક્ટરે આ કારણે રજૂ કર્યું છે. 



પ્રખ્યાત ડોક્ટર કેકે અગ્રવાલનું કોવિડના કારણે નિધન થયુ છે. તેમનું કોવિડના સંક્રમણના કારણે નિધન થતાં લોકોને સવાલ થયા છે કે, બંને ડોઝ લીધા બાદ પણ કેમ સંક્રમિત થયા અને સંક્રમણ વેક્સિનેટ હોવા છતાં પણ કયાં કારણે જીવલેણ સાબિત થયું.


આ મુદ્દે વાત કરતા મેંદાતાં હોસ્પિટલના ડોક્ટર અરવિંદે જણાવ્યું કે, વેક્સિનના બંને ડોઝ લીધા બાદ પણ સંક્રમણ થવાના અને સક્રમણ જીવલેણ થવા પાછળ ત્રણ મુખ્ય કારણો જવાબદાર છે.  જે મોતનું કારણ બની શકે છે. 


વેક્સિનેટ લોકો આ કારણે થઇ શકે છે સંક્રમિત
મેંદાતાં હોસ્પિટલના ડોક્ટર અરવિંદે વેક્સિન લીધા બાદ પણ સંક્રમણથી મોત થવા પાછળ મુખ્ય ત્રણ કારણોને જવાબદાર ગણાવ્યાં છે. બની શકે કે આવા લોકોમાં વેક્સિન લગાવ્યા બાદ પણ એન્ટીબોડી ન બની હોય. જો એન્ટીબોડી બની હોય તો પર્યાપ્ત માત્રામાં ન બની હોય અથવા તો જે રીતને ન્યુટ્રલાઇજિંગ એન્ટીબોડી જોઇએ.  તે ન બની હોય, આ સ્થિતિમાં વેક્સિનેટ લોકો સંક્રમિત થઇ શકે છે અને સંક્રમણ જીવલેણ પણ સાબિત થઇ શકે છે ત્રીજું કારણ એ પણ છે કે. જે એન્ટીબોડી બની હોય તે વાયરસના આ સ્ટ્રેન સામે લડવામાં કારગર સાબિત ન થઇ હોય.


મેંદાતાં હોસ્પિટલના ડોક્ટર અરવિંદે આ મામલે સ્પષ્ટતા કરતા કહ્યું કે, તેનો અર્થ એવો નથી કે, વેક્સિન બેકાર છે. વેક્સિનની વાયરસ સામે લડત શાનદાર છે. ભલે 100 ટકા સંક્રમણથી નથી બચાવતી પરંતુ સ્થિતિને ગંભીર કરતા ચોક્કસ રોકે છે. તેમણે જણાવ્યું હતું કે, આવા બહું ઓછા કેસ છે, જેમાં વેક્સિનેટ લોકો સંક્રમિત થયા હોય. મેંદાતાં હોસ્પિટલના ડોક્ટર અરવિંદે જણાવ્યું કે, આ ત્રણ કારણો  અનુમાન માત્ર છે. આ મુદ્દે રિસર્ચ નથી થયું.