Wife Cuts Husband Genitals: એક વ્યક્તિ તેની એક્સ વાઈફની ઈન્સ્ટા રીલ જોવી ભારે પડી છે. આ કારણે તેની બીજી પત્ની એટલી ગુસ્સામાં આવી ગઈ કે તેણે બ્લેડ વડે પતિનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યો. આ ચોંકાવનારી ઘટના આંધ્ર પ્રદેશના NTR જિલ્લાની છે. ઘટના બાદ પરિવારના સભ્યો યુવકને હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં તેની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. ડૉક્ટરોએ સારવાર કર્યા બાદ યુવકને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ પોલીસને ટાંકીને જણાવ્યું કે પીડિત આનંદ બાબુ (26)ના લગ્ન 6 વર્ષ પહેલા થયા હતા. પરંતુ અવારનવાર ઝઘડા થતા તે તેની પત્નીથી અલગ થઈ ગયો હતો. ચાર વર્ષ પહેલા તેણે વરમ્મા નામની મહિલા સાથે લગ્ન કર્યા હતા. ત્યારથી બંને એનટીઆર જિલ્લાના મપ્પલા ગામમાં રહે છે અને મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. આ રીતે વરમ્મા તેની બીજી પત્ની હતી.
વિડિયો જોતી વખતે પત્ની જોઈ ગઈ હતી
શનિવારે (22 જુલાઈ) સવારે વર્માએ જોયું કે તેનો પતિ આનંદ બાબુ મોબાઈલમાં વ્યસ્ત હતો. તેણે નજીક જઈને જોયું તો પતિ તેની એક્સ વાઈફના ઈન્સ્ટાગ્રામ પર વીડિયો જોઈ રહ્યો હતો. આ જોઈને વરમ્માનો ગુસ્સો વધી ગયો અને આ પછી પતિ-પત્ની વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી. આ બોલાચાલી મારામારી સુધી પહોંચી ગઈ. રોષે ભરાયેલી પત્નીએ પતિ પર બ્લેડ વડે હુમલો કર્યો અને તેના પ્રાઈવેટ પાર્ટને કાપી નાખ્યો. આનંદ બાબુને તેની પૂર્વ પત્નીની ઈન્સ્ટાગ્રામ પર રીલ જોવી ભારે પડી ગઈ છે.
યુવક હોસ્પિટલમાં દાખલ
પતિ અને પત્ની વચ્ચે ઝઘડો થતા ચીસો સાંભળીને આસપાસના લોકો તેમના ઘરે પહોંચ્યા હતા અને જોયું કે આનંદના શરીરમાંથી ખૂબ જ લોહી વહી રહ્યું હતું. જેના કારણે તેને તાત્કાલિક નંદીગામ સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. બાદમાં તેને વધુ સારવાર માટે વિજયવાડા રીફર કરવામાં આવ્યો હતો. ડૉક્ટરોએ જણાવ્યું કે આનંદના પ્રાઈવેટ પાર્ટ પર ઊંડો ઘા છે. તબીબોએ બ્લેડ મારેલા ભાગને ટાંકા લઈને ફરી જોડી દિધો હતો. તબિયત સ્થિર થતા તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial