નવી દિલ્હીઃ હાલમાં સોશિયલ મીડિયા પર ઘણા પ્રકારના મેસેજ વાયરલ થઈ રહ્યા છે. વાયરલ મેસેજમાં અલગ-અલગ દાવા કરવામાં આવી રહ્યા છે, પરંતુ આમાંથી કેટલાક દાવા સાચા છે અને કેટલાક ખોટા છે. આવો જ એક મેસેજ આ દિવસોમાં સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકાર 'પ્રધાનમંત્રી બેરોજગારી ભથ્થા યોજના' હેઠળ દર મહિને 3,500 રૂપિયા આપી રહી છે.


PIB ફેક્ટ ચેક નકલી સમાચારની સત્યતા તપાસવા માટેની મુખ્ય એજન્સી છે જે અખબારો અને ઇલેક્ટ્રોનિક મીડિયાને ભારત સરકારની નીતિઓ, કાર્યક્રમ પહેલ અને સિદ્ધિઓ વિશે માહિતગાર કરે છે. તેણે આ વાયરલ દાવાને નકલી ગણાવ્યો છે. પીઆઈબીએ કહ્યું છે કે ભારત સરકારે આવી કોઈ જાહેરાત કરી નથી અને આવી કોઈ યોજનાઓ ચલાવવામાં આવી રહી નથી.






પીઆઈબીએ પોતાના ટ્વિટમાં લખ્યું છે કે ભારત સરકાર દ્વારા આવી કોઈ યોજના ચલાવવામાં આવી રહી નથી. આવા કોઈપણ ફેક મેસેજની લિંક પર તમારી કોઈપણ અંગત માહિતી શેર કે ફોરવર્ડ કરશો નહીં.


મીડિયાએ બજેટમાં કર્યો બફાટ, આ ટેકસ ઘટાડ્યો હોવાના સમાચાર ચલાવાતાં મોદી સરકારે શું કરવી પડી સ્પષ્ટતા ?


નવી દિલ્હીઃ કેન્દ્રીય બજેટ 2022-23માં કોર્પોરેટ ટેક્સમાં ઘટાડા અંગે ખોટા સમાચાર ફેલાવવામાં આવી રહ્યા છે. વાસ્તવિકતા એ છે કે સહકારી સંસ્થાઓ માટે AMT 18.5% થી ઘટાડીને 15% કરવામાં આવ્યો છે. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB) એ કોર્પોરેટ ટેક્સ કાપના સમાચારને ખોટા ગણાવ્યા છે.


PIB દ્વારા શેર કરવામાં આવેલા સ્ક્રીનશોટમાં જોઈ શકીએ છીએ કે બજેટની રજૂઆત દરમિયાન NDTV એ સ્ક્રીન પર કેવી રીતે ચલાવ્યું હતું કે કોર્પોરેટ ટેક્સ 18 ટકાથી ઘટાડીને 15 ટકા કરવામાં આવ્યો છે, જે ખોટા સમાચાર છે. હકીકતમાં, સરકારે સહકારી મંડળીઓ માટે વૈકલ્પિક લઘુત્તમ કર દર હાલના 18.5 ટકાથી ઘટાડીને 15 ટકા કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.