સમગ્ર દેશ હાલમાં કોરોના મહામારીનો સામનો કરી રહ્યો છે. એક બાજુ કોરોના સંક્રમિતોની સંખ્યા અને મોતના આંકડા ડરાવી રહ્યા તો બીજી બાજુ કોરનાના કેસ વધવાને કારણે દેશવ્યાપી લોકડાઉનનો ડર પણ સતાવી રહ્યો છે. આવી સ્થિતિમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે  ઉદ્યોગ જગતને એ વિશ્વાસ અપાવ્યો છે કે દેશવ્યાપીર લોકડાઉન નહીં લગાવવામાં આવે.


નાના કન્ટેનમેન્ટ ઝોન બનશે, પરંતુ દેશવ્યાપી લોકડાઉન નહીં


કોરોનાની આ બીજી લહેરની ભયાનકતાને જોતા દેશભરમાં લોકડાઉન લગાવાવને લઈને અટકળો ચાલી રહી છે. લોકડાઉનને લઈને અનિશ્ચિતતા વધવાથી શ્રમિકોના પલાયનની આશંકા પણ વધી રહી છે. કોરોના મહામારીની વચ્ચે સરકારની નીતિઓને લઈને ફેડરેશન ઓફ ઇન્ડિયન સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઈસેસ (ફિસ્મે)ના અધ્યક્ષ અનિમેશ સક્સેનાએ કેન્દ્રીય નાણમંત્રી નિર્મલા સીતારમણ સાથે ફોન પર ચર્ચા કરી. સક્સેનાએ કહ્યું કે, ફોન પર થયેલ વાતચીતમાં નાણામંત્રીએ કહ્યું કે, રાષ્ટ્રીય સ્તરે લોકડાઉન લગાવવાની સરકારની કોઈ યોજના નથી. નાણામંત્રીએ કહ્યું કે, કોરોના સંક્રમણને રોકવા માટે નાના કન્ટેનમેન્ટ ઝોન બનાવવામાં આવશે, પરંતુ દેશવ્યાપી લોકડાઉન લગાવવામાં નહીં આવે.


પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી સ્થિતિ પર નજર રાખી રહ્યા છે


નાણામંત્રીએ કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ રાજ્યોની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. રાજ્યોમાં ઓક્સીજન અને દવાની અછત થવા દેવામાં નહીં આવે. સાથે જ રસીકરણ કાર્યક્ર મ પણ ઝડપથી ચલાવવામાં આવી રહ્યો છે. નાણામંત્રીએ ફેડરેશન ઓફ ઇન્ડિયન સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઈસેસના અધ્યક્ષ પાસેથી નાના તથા મધ્યમ સ્તરના ઉદ્યોગો વિશે જાણકારી પણ લીધી. ફિક્કી સહિત દેશભરના અનેક ઉદ્યોગ તથા વેપાર સંગઠને સરકારે દેશવ્યાપી લોકડાઉન લગાવવાની ભલામણ કરી છે.


તેમનું કહેવું છે કે, કોરોના સંક્રમણથી સૌથી વધારે પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્રમાં આમ તો લોકડાઉન જેવી સ્થિતિ છે. ઉપરાંત દિલ્હી, ગુજરાત, રાજસ્થાન અને યૂપીમાં પણ આંશિક લોકડાઉનની સ્થિતિ ઉભી થઈ છે. એવામાં દેશવ્યાપી લોકડાઉન દેશની અર્થવ્યવસ્થા માટે ખરાબ સાહિત થશે.