કર્ણાટકમાં કોરોના વાયરસના (Karnataka Corona cases) મામલા સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 19 હજારથી વધારે કેસ આવ્યા છે. જે બાદ સંક્રમિતોની સંખ્યા 11,61,065 પર પહોંચી છે.


કર્ણાટકના સ્વસાથ્ય મંત્રી કે.સુધાકરને( Karnataka Health Minister K Sudhakar) કોરોના વાયરસ સંક્રમણના વધતા મામલાને (Coronavirus Cases Karnataka) લઈ બેંગલુરુમાં વધારે કડક પગલાં લેવની માંગ કરી છે. જે બાદ શહેરમાં આગામી દિવસોમાં લોકડાઉન (Lockdown) લગાવાશે તેવી અટકળો થઈ રહી છે. સુધાકરે હોસ્પિટલમાં કોવિડ-19 સારવાર કરાવી રહેલા મુખ્યમંત્રી યેદિયુરપ્પા (Chief Minister B S Yediyurappa) સાથે મુલાકાત બાદ મીડિયાને જણાવ્યું, બેંગલુરુમાં આકરાં પગલા લેવાની જરૂર છે. આ મારો સ્પષ્ટ અભિપ્રાય છે અને તે અંગે સીએમને પણ જણાવીશ.


લોકડાઉન લગાવવા અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું, મેં તેમની સાથે આ અંગે વાત કરી છે. સોમવારે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. જેમાં નિર્ણય લેવામાં આવી શકે છે. સુધકરે કહ્યું, લોકડાઉન એક માત્ર સમાધાન નથી પરંતુ કોઈ ફેંસલો લેતા પહેલા સૌનો અભિપ્રાય જાણવો જોઈએ.


દેશમાં શું છે કોરોનાની સ્થિતિ


સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,73,180 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 1619 લોકોના મોત થયા છે. જે અત્યાર સુધીનો સર્વોચ્ચ આંક છે. જોકે 24 કલાકમાં 1,44,178 લોકો ઠીક પણ થયા છે. 


કુલ કેસ-  એક કરોડ 50 લાખ 61 હજાર 919


કિલ ડિસ્ચાર્જ- એક કરોડ 29 લાખ 53 હજાર 821


કુલ એક્ટિવ કેસ - 19 લાખ 29 હજાર 329


કુલ મોત - 1 લાખ 78 હજાર 769


 12 કરોડથી વધારેને રસી અપાઈ


દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 12 કરોડ 38 લાખ 52 હજાર 566 ડોઝ આપવામાં આવ્યા છે.


કોરોનાના આંકડામાં આવી રહેલો આ ઉછાળો ખૂબ જ ચિંતાજનક છે. મહારાષ્ટ્ર બાદ હવે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં પણ કોરોનાના રેકોર્ડ કેસ નોંધાઈ રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે ભારતમાં કોવિડ-19ના દૈનિક કેસમાંથી 82 ટકાથી વધુ કેસ 10 રાજ્યોમાંથી જ છે. તેમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, દિલ્હી, મધ્ય પ્રદેશ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, ગુજરાત અને રાજસ્થાનનો સમાવેશ થાય છે. 


દેશમાં છેલ્લા 13 દિવસમાં નોંધાયેલા કેસ


18 એપ્રિલઃ 2,61,500


17 એપ્રિલઃ 2,34,692


16 એપ્રિલઃ 2,17,353


15 એપ્રિલઃ 2,00,739


14 એપ્રિલઃ 1,84,372


13 એપ્રિલઃ 1,61,736


12 એપ્રિલઃ 1,68,912


11 એપ્રિલઃ 1,52,879


10 એપ્રિલઃ 1,45,384


9 એપ્રિલઃ 1,31,968


8 એપ્રિલઃ 1,26,789


7 એપ્રિલઃ 1,15,736


6 એપ્રિલઃ 96,982


5 એપ્રિલઃ 1,03,558