તેમણે કહ્યું કે ભાજપ દેશની તમામ પાર્ટીઓથી એટલા માટે અલગ પડે છે કારણ કે પાર્ટીના જાતિ અને જ્ઞાતિના આધાર પર ચાલે છે ના પરિવારવાદના આધાર પર ચાલે છે. દેશમાં અનેક અન્ય પાર્ટીઓ પોતાને લોકતાંત્રિક સ્વરૂપને ગુમાવી ચૂકી છે. તેમાં પોતાના પરિવારજનોને અધ્યક્ષ, મુખ્યમંત્રી બનાવવાની રેસ રહે છે. ફક્ત ભાજપ જ એવી પાર્ટી છે જેમાં પરિવારવાદ ચાલતો નથી.
અમિત શાહે કહ્યું કે, સાડા પાંચ વર્ષ સુધી આ પાર્ટીના અધ્યક્ષના રૂપમાં મને પાર્ટીની સેવા કરવાનો અવસર મળ્યો છે. આ પાંચ વર્ષમાં વિશ્વની સૌથી મોટી પાર્ટી બની છે. દેશભરમાં આપણું સંગઠનાત્મક વિસ્તાર થયો છે. અને રાજ્યોમાં ચૂંટણીમાં સફળતા મળી છે જ્યાં આપણે સ્વપ્નમાં પણ વિચાર્યું નહોતું. ભાજપમાં કોઇ સામાન્ય કાર્યકર્તા પાર્ટીના અધ્યક્ષ સુધી પહોંચી શકે છે. અધ્યક્ષના રૂપમાં કેટલીક ભૂલો થઇ હશે પરંતુ તમામને મને પાર્ટી ચલાવવામાં સમર્થન આપ્યું છે. હું નડ્ડાને દેશના કરોડો કાર્યકર્તાઓ તરફથી શુભકામના પાઠવું છું.