નવી દિલ્હીઃ વિંગ કમાંડર અભિનંદન વર્ધમાનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે સાથી કર્મીઓ સાથે વાત કરી રહ્યા છે. 1.59 સેંકડના વીડિયોમાં અભિનંદનના સાથીઓ તેની સાથે સેલ્ફી લેતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં જવાનો ભારત માતા કી જયના નારા પણ લગાવી રહ્યા છે.

27 ફેબ્રુઆરીએ ભારતીય સીમામાં પ્રવેશ કરનારા પાકિસ્તાની એરફોર્સના વિમાનનો પીછો કરતી વખતે વિંગ કમાન્ડર અભિનંદનનું મિગ-21 પાકિસ્તાનમાં તૂટી પડ્યું હતું. જ્યાંથી આશરે 60 કલાક બાદ તે ભારત પરત ફર્યો હતો.