નવી દિલ્હીઃ આ વર્ષે ફેબ્રુઆરીમાં પાકિસ્તાની એફ-16 વિમાનને તોડી પાડનારા અભિનંદને હવે ફરીથી મિગ-21 ઉડાવવાનું શરૂ કર્યુ છે.


36 વર્ષીય જાંબાઝ કમાન્ડરે ફરીથી લડાકુ વિમાન મિગ-21ને હવામાં ઉડાડવાનુ શરૂ કર્યુ છે. ઉલ્લેખનીય છે કે, 27 ફેબ્રુઆરીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે હવામાં લડાઇ થઇ હતી, ત્યારબાદ તે પાકિસ્તાનની સેના દ્વારા પકડાઇ ગયો હતો. હવે તેને ફરીથી મિગ-21 વિમાન ઉડાડવાની મંજૂરી મળી ગઇ છે.



સેનાના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, અભિનંદને ફરીથી મિગ-21 વિમાન ઉડાડવાનું શરૂ કરી દીધુ છે, હાલમાં તે રાજસ્થાનમાં ભારતીય વાયુસેનાના એક કેમ્પમાં સેવા આપી રહ્યાં છે.



વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને મેડિકલ બોર્ડ મંજૂરી આપી દીધી છે. આઇએએફ બેંગલુરૂનાં ઇન્સ્ટીટયુટ ઓફ એરોસ્પેસ મેડિસીને અભિનંદનને ફાઇટર જેટનાં કોકપીટમાં બેસવાની મંજુરી આપી હતી જેને લઇને હવે ફરીથી મિગ-21 ઉડાડવાનું શરૂ કર્યુ છે. સંરક્ષણ મંત્રાલયે અભિનંદનને સૈન્ય સન્માન વીર ચક્રથી સન્માનીત પણ કર્યો હતો.