Iran-Israel war:   વિદેશ મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું, 13 એપ્રિલે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ નજીક ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ દ્વારા જપ્ત કરવામાં આવેલા કાર્ગો જહાજના ક્રૂનો ભાગ રહેલી એક મહિલા સુરક્ષિત રીતે ઘરે પહોંચી ગઈ છે. તેહરાનમાં ભારતીય મિશન અને ઈરાન સરકારના સંયુક્ત પ્રયાસોથી, કેરળના થ્રિસુરની ભારતીય ડેક કેડેટ એન ટેસા જોસેફ, જે કન્ટેનર જહાજ MSC Aries ના ભારતીય ક્રૂ સભ્યોમાં સામેલ હતા, તેમને સુરક્ષિત રીતે કોચીન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતારવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું.


 






તમને જણાવી દઈએ કે 13 એપ્રિલે ઈરાનની નેવીએ ભારત આવી રહેલા કાર્ગો જહાજ MSC Ariesને જપ્ત કર્યું હતું. જહાજના ક્રૂ 25 સભ્યો છે. જેમાંથી 17 ભારતીય નાગરિકો છે. ઈરાન દ્વારા જપ્ત કરવામાં આવેલા ઈઝરાયેલના માલવાહક જહાજમાં સવાર 17 ભારતીયોમાં કેરળની એક મહિલાનો સમાવેશ થાય છે, જેઓ સુરક્ષિત રીતે દેશમાં પરત ફર્યા છે.


 






13 એપ્રિલે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાસે ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ દ્વારા 'MSC Aries' જહાજને જપ્ત કરવામાં આવ્યું હતું. ક્રૂમાંથી ત્રણ - સુમેશ, પીવી ધનેશ અને શ્યામનાથ - કેરળના હોવાની પુષ્ટિ થઈ હતી. MSC (મેડિટેરેનિયન શિપિંગ કંપની) એ જણાવ્યું હતું કે તે 25 ક્રૂ સભ્યોની સુખાકારી અને જહાજના પરત ફરવાની ખાતરી કરવા સંબંધિત અધિકારીઓ સાથે મળીને કામ કરી રહી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, તહેરાનમાં ભારતીય મિશન અને ઈરાન સરકારના સંયુક્ત પ્રયાસોથી, કેરળના થ્રિસુરની ભારતીય ડેક કેડેટ એન ટેસા જોસેફ, જે કન્ટેનર જહાજ MSC Ariesના ભારતીય ક્રૂ સભ્યોમાં સામેલ હતી, તે આજે બપોરે કોચીન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષિત રીતે પહોંચી ગઈ હતી. જોસેફનું એરપોર્ટ પર રિજનલ પાસપોર્ટ ઓફિસર, કોચીન દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.


બાકીના 16 સભ્યોના સંપર્કમાં ભારત સરકાર
એન ટેસા જોસેફ એ 17 ભારતીય નાગરિકોમાં સામેલ છે જેઓ કન્ટેનર જહાજ MSC Aries પર સવાર હતા જ્યારે તેને ગયા અઠવાડિયે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ નજીક ઈરાની દળો દ્વારા જપ્ત કરવામાં આવ્યું હતું. સરકારે કહ્યું કે તહેરાનમાં ભારતીય મિશન કન્ટેનર જહાજના બાકીના 16 ભારતીય ક્રૂ સભ્યોના સંપર્કમાં છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ક્રૂ સભ્યોની તબિયત સારી છે અને તેઓ ભારતમાં તેમના પરિવારના સભ્યોના સંપર્કમાં છે. અગાઉ વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે આ મુદ્દે પોતાના ઈરાનના વિદેશ મંત્રી અમીર અબ્દુલ્લાહિયન સાથે વાત કરી હતી.