Manish Sisodia Judicial Custody: પૂર્વ ડેપ્યૂટી સીએમ મનિષ સિસોદિયાને ગુરુવારે (18 એપ્રિલ, 2024) દિલ્હી લિકર પૉલીસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં આંચકો લાગ્યો હતો. રાઉઝ એવન્યુ કોર્ટે સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 26 એપ્રિલ સુધી લંબાવી છે.


રાઉઝ એવન્યૂ કોર્ટ કેસની આગામી સુનાવણી 26 એપ્રિલે સવારે 11 વાગ્યે કરશે. સુનાવણી દરમિયાન કોર્ટે આરોપીઓને એવા દસ્તાવેજોની યાદી આપવાનો નિર્દેશ આપ્યો હતો જેની તપાસ હજુ સુધી પૂર્ણ થઈ નથી. અગાઉ, કોર્ટે આમ આદમી પાર્ટી (AAP) નેતા સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 18 એપ્રિલ સુધી લંબાવી હતી.


ગઇ સુનાવણીમાં શું હતી આપવામાં આવી હતી ?
સિસોદિયાની જામીન અરજી પર સુનાવણી દરમિયાન તેમના વકીલ મોહિત માથુરે દલીલ કરી હતી કે કેસની તપાસ પૂર્ણ કરવામાં વિલંબ થયો છે. અન્ય આરોપી બેનૉય બાબુને આપવામાં આવેલા જામીનને ટાંકીને માથુરે કહ્યું હતું કે સિસોદિયા હવે પ્રભાવશાળી સ્થિતિમાં નથી.


વાસ્તવમાં, ED અને CBI બંને દિલ્હી લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં સિસોદિયાની ભૂમિકાની તપાસ કરી રહ્યા છે.


ઇડીએ શું આરોપ લગાવ્યો છે ?
EDએ દાવો કર્યો છે કે દિલ્હી લિકર પૉલીસીની તૈયારી અને અમલીકરણમાં કથિત ભ્રષ્ટાચાર થયો છે. તેના મુખ્ય કાવતરાખોર દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ છે. આ સમગ્ર મામલે AAPના ઘણા નેતાઓ અને મંત્રીઓ કેજરીવાલ સાથે જોડાયેલા છે.


તાજેતરમાં, કોર્ટે દિલ્હી એક્સાઇઝ પૉલીસી સંબંધિત મની લૉન્ડરિંગ કેસમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 23 એપ્રિલ સુધી લંબાવી છે. કેજરીવાલની 21 માર્ચે EDએ આ કેસમાં ધરપકડ કરી હતી.


EDના આરોપ પર નિશાન સાધતા AAPએ કહ્યું હતું કે આ બધું રાજકીય બદલાની ભાવનાથી કરવામાં આવી રહ્યું છે. લોકો આનો જવાબ આપશે.