રાંચી: ઝારખંડની સૌથી મોટી સરકારી હોસ્પિટલ રાંચી ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાઈન્સ (રિમ્સ)માં એક ઘૃણાસ્પદ ઘટના બની છે. બુધવારે ઓર્થો વોર્ડમાં એક મહિલા દર્દી પલમતિ દેવીને કિચન સ્ટાફ દ્વારા જમીન પર જ જમવાનું આપી દેવામાં આવ્યું હતું. કિચન સ્ટાફ પાસે વાસણ ન હોવાના કારણે આમ કર્યુ હોવાનું જણાવ્યું છે. મહિલા દર્દીએ જ્યારે પહેલાં કિચન સ્ટાફ પાસે જમવાનું માગ્યું ત્યારે પહેલાં તો સ્ટાફ દ્વારા તેને માર મારવામાં આવ્યો અને ત્યારપછી તેની સાથે જ ફ્લોર સાફ કરાવ્યો અને ત્યાં જ તેને દાળ-ભાત અને શાક પીરસી દેવામાં આવ્યું હતું




આ મહિલાના હાથમાં પ્લાસ્ટર છે. તે મહિલાને અહીં કોઈ પથારી પણ આપવામાં આવી નથી. તે મહિલાને ત્યાં નીચે જ જમીન પર સુવાડી દેવામાં આવી હતી અને પછી ત્યાં જ જમીન પર તેને દાળ-ભાત પીરસી દેવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ મહિલા સાથે જ પહેલાં પાણી નાખીને ફ્લોર સાફ કરાવ્યો અને ત્યાજ પછી તેને જમવાનું પીરસી દેવામાં આવ્યું હતું.