સંબંધો અને માનવતાની મર્યાદાઓ પાર કરતો એક ભયાનક કેસ સામે આવ્યો છે અને તે સાંભળીને તમારો આત્મા કંપી જશે. મેરઠની એક યુવતીના લગ્ન બાગપત જિલ્લાના એક ગામના યુવક સાથે થયા હતા. મહિલા એએસપી ઓફિસ પહોંચી અને પતિ પર કાર્યવાહીની માંગ કરી છે. પોલીસે યુવતીને તપાસનું આશ્વાસન આપ્યું છે. આ પરિણીત મહિલાએ એસપી ઓફિસ પહોંચી અને તેના પતિ પર જુગારમાં તેને હારવાનો અને પછી તેની સાથે સામૂહિક બળાત્કાર કરવાનો આરોપ લગાવ્યો છે. આ મહિલાએ એએસપીમાં ફરિયાદ નોંધાવી અને કાર્યવાહીની માંગ કરી છે. હાલ તો આ સમગ્ર કેસને લઈ પોલીસ પણ ચોંકી ઉઠી છે.
ઘણા પુરુષોએ તેની સાથે સામૂહિક બળાત્કાર કર્યો
મહિલાએ જણાવ્યું કે તેના લગ્ન 2024 માં મેરઠ જિલ્લાના એક યુવક સાથે થયા હતા. તેણીએ આરોપ લગાવ્યો કે તેનો પતિ આઠ પુરુષો સાથે જુગાર અને સટ્ટો રમી રહ્યો હતો અને હારી ગયો. ત્યારબાદ, તેના પતિએ તેની સાથે સેક્સ કરવા માટે દબાણ કર્યું. જ્યારે તેણીએ પ્રતિકાર કર્યો ત્યારે તેણીને માર મારવામાં આવ્યો. તેણીએ આરોપ લગાવ્યો કે ઘણા પુરુષોએ તેની સાથે સામૂહિક બળાત્કાર કર્યો. એએસપી પ્રવીણ કુમાર ચૌહાણે તપાસનો આદેશ આપ્યો અને કાર્યવાહીની ખાતરી આપી છે.
2024 માં થયા હતા લગ્ન
નિવાડા ગામની રહેવાસી પીડિતાએ 24 ઓક્ટોબર, 2024 ના રોજ મેરઠના ખીવાઈ ગામના યુવક સાથે લગ્ન કર્યા હતા. પીડિતાનો આરોપ છે કે લગ્નના થોડા દિવસો પછી જ તેની સ્વપ્નની દુનિયા નર્કમાં ફેરવાઈ ગઈ. તેનો પતિ, દારૂ અને જુગારનો વ્યસની હતો. પીડિતાના જણાવ્યા મુજબ, તેનો પતિ તેને જુગારમાં હાર્યા પછી આઠ લોકોએ તેના પર એક પછી એક સામૂહિક બળાત્કાર કર્યો હતો. પીડિતાએ ત્રણ આરોપીઓના નામ આપ્યા છે.
પીડિતાએ આરોપ લગાવ્યો હતો કે તેણીને તેના સાસરિયાના ઘરે સતત અત્યાચારનો સામનો કરવો પડ્યો હતો. તેના સસરા તેણીને જાતીય સંભોગ માટે દબાણ કરતા હતા અને કહેતા હતા કે, "જો તું દહેજ નહીં લાવે, તો તારે અમારા આદેશોનું પાલન કરવું પડશે અને અમને ખુશ કરવા પડશે."
હત્યાનો પ્રયાસ, તેજાબથી સળગાવી
પીડિતાએ જણાવ્યું કે ત્રાસ અહીં જ અટક્યો નહીં. તેના પગ પર એસિડ ફેંકવામાં આવ્યું હતું. આ ત્રાસ પછી, તેને મારી નાખવાના ઇરાદાથી નદીમાં ધકેલી દેવામાં આવી હતી. જોકે, પસાર થતા લોકોની મદદથી તે કોઈક રીતે ભાગી ગઈ અને તેના માતાપિતાના ઘરે પહોંચી હતી. હાલમાં, પીડિતા તેના માતાપિતાના ઘરે રહે છે, પરંતુ આરોપીઓ તેના પિતાને કેસ પાછો ખેંચવા માટે સતત ધમકી આપી રહ્યા છે.