શું જૂની નોટ બદલવા પર સરકાર લગાવી શકે છે પ્રતિબંધ? જાણો સરકારે શું કરી સ્પષ્ટતા
abpasmita.in | 18 Nov 2016 05:33 PM (IST)
નવી દિલ્લી : એક રીપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે સરકાર જૂની નોટને બદલવા પર સંપૂર્ણ રીતે રોક લગાવવા પર વિચાર કરી રહી છે. પરંતુ હવે વિત્ત મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ એના પર મનાઈ કરી છે. ગુરૂવારે નોટ બદલવાની અવધિ 4500 રૂપિયાથી ઓછી કરી 2000 રૂપિયા કરવામાં આવી હતી. આ પહેલા સરકારી સુત્રોએ કહ્યું હતું કે સરકારને લાગે ચે કે આ પ્રસ્તાવનો ખોટો ફાયદો ઉઠાવી શકાય છે, અને બ્રેકિંગ સિસ્ટમમાં વિધ્ન પેદા કરી શકે છે. આ પહેલા દેખાડવામાં આવ્યું હતું કે કઈ રીતે 500 અને 1000 રૂપિયાની નોટ બદલવા માટે એક જ વ્યક્તિઓ વારંવાર આવી રહ્યા છે. જેના કારણે જરૂરિયાત વાળા લોકોને પૈસા નથી મળી રહ્યા. 500 અને 1000ની નોટ બેન કરતા સરકારે કહ્યું હતું કે આ વર્ષના અંત સુધીમાં જુની નોટ બેંકમાં જમા કરાવી દેવામાં આવે. ત્યારબાદ જાહેરાત કરવામા આવી કે હાલ પૂરતા ચાર હજારના જૂની નોટ પાંચસો અને બે હજારની નવી નોટથી બદલી શકાય છે. આ સપ્તાહમાં તેમાં બદલાવ કરીને 4500 રૂપિયા કરવામાં આવ્યા છે, જેને ગુરૂવારે 2000 રૂપિયા કરવામાં આવ્યા હતા. વિત્ત મંત્રાલયના અધિકારીઓએ માન્યુ કે આનાથી જોવા મળી રહ્યુ છે કે નવા નોટ લેવા માટે બીજા કોઈને મોકલવામાં આવે છે અથવા તો કોઈ એક વ્યક્તિ વારંવાર લાઈનમાં આવી રહ્યું છે.