નવી દિલ્હીઃ કોરોનાના કેર દુનિયામાં સતત વધી રહ્યો છે. ઘાતક કોરોના વાયરસથી અત્યાર સુધી દુનિયાભરમાં 26.3 લાખ લોકોને ભરખી ગયો છે. રવિવારે વિશ્વમાં કોરોના વાયરસ સંક્રમણથી કુલ કેસોની સંખ્યા વધીને 11,94, 87,107 થઇ ગઇ છે. વળી,7.6 કરોડથી વધુ લોકો આનાથી રિક્વર થયા છે. દુનિયામાં કોરોનાના કેસોમાં અમેરિકા પહેલા, ભારત બીજા અને બ્રાઝીલ ત્રીજા નંબર પર છે. બ્રાઝિલ 30 હજાર નવા કેસો આવ્યા બાદ શનિવારે બીજા સ્થાન પર આવી ગયુ છે, અને ભારત ત્રીજા નંબર પર પહોંચી ગયુ છે.  


ન્યૂયોર્ક ટાઇમ્સના રિપોર્ટ પ્રમાણે, દુનિયામાં ચાલી રહેલા વેક્સિનેશન અભિયાનમાં અત્યાર સુધી 345 મિલિયન ડૉઝ આપવામાં આવી ચૂક્યા છે. રસીકરણ અભિયાનમાં ઉત્તરીય અમેરિકા અને યૂરોપના દક્ષિણ એશિયા અને આફ્રિકન દેશો આગળ છે. ટૉપ-10 સંક્રમિત દેશોમાં આ દેશો સામેલ છે. 


જાણો દુનિયામાં ટૉપ-10 કોરોના વાયરસથી સંક્રમિત દેશો.....


અમેરિકા -2,93,99,832


બ્રાઝિલ -1,14,39,558


ભારત-1,13,33,728


રશિયા - 43,31,396


યુકે -42,67,015


ફ્રાન્સ -41,05,527


ઇટાલી -32,01,838


સ્પેન – 31,83,704


તુર્કી -28,66,012


જર્મની -25, 69,864


ઉલ્લેખનીય છે કે ભારતમાં હાલ રસીકરણ અભિયાન શરૂ થઇ ચૂક્યુ છે, દેશ માર્ચ સુધી દેશમાં 2 કરોડ 97 લાખ 409 લોકોને વેક્સિન અપાઇ ચૂકી છે. પરંતુ આ હજુ પણ દેશમાં કોરોના સંક્રમણનો ગ્રાફ ઝડપથી ઉપર ચઢી રહ્યો છે. અઢી મહિના બાદ  ભારતમાં ફરી એકવાર 25 હજારથી વધુ કોરોનાના નવા દર્દીઓ એક જ દિવસમાં સામે આવ્યા છે. નોંધનીય છે કે ભારતમાં સ્વાસ્થ્યકર્મીઓ, જવાનો, ઉંમરલાયકો અને સરકારી કર્મચારીઓ વેક્સિનેશન કરાવી ચૂક્યા છે. પીએમ મોદી અને અન્ય નેતાઓએ કોરોનાની રસી લઇને દેશના લોકોને રસીકરણ અભિયાનને સફળ બનાવવા આહવાન પણ કર્યુ છે. 


મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ બેકાબુ.....
મહારાષ્ટ્રમાં શનિવારે કોવિડ-19ના 15,602 કેસ નોંધાયા હતા. હાલ કુલ કેસની સંખ્યા22,97,793ને પાર થઇ ગઇ છે. ઉપરાંત 88 વધુ લોકોના મૃત્યુ થતાં મૃતકોની સંખ્યા 52,811 સુધી પહોંચી છે.હાલ નાગપુર, અકોલા, ઓરંગાબાદમાં લોકડાઉન લાગૂ કરી દેવાયું છે. ઉપરાંત પૂણેમાં નાઇટ કર્ફ્યૂ છે. ઉદ્ધવ ઠાકરે કહ્યું કે, "લોકડાઉનથી આર્થિક નુકસાન સહન કરવું પડશે. જો દરેક લોકો સહયોગ આપશે તો આ મહામારી સામે આપે સારી રીતે લડત આપી શકીશું"