રશિયા દ્વારા નિર્મિત વિમાને અરુણાચલ પ્રદેશના શિ-યોમિ જિલ્લાના મેચુકા એડવાસ્ડ લેન્ડિંગ ગ્રાઉન્ડ માટે સોમવારે રાત્રે 12 વાગીને 27 મિનિટ પર આસામના જોરહાટથી ઉડાન ભરી હતી. વિમાનમાં પાયલટ દળના આઠ અને પાંચ યાત્રી સહિત 13 લોકો સવાર હતા.
વાયુ સાનએ ગુમ થયેલા એન-32 વિમાન વિશે જાણકારી આપનારને પાંચ લાખ રૂપિયા ઈનામ આપવાની જાહેરાત પણ કરી હતી. વાયુ સેના દ્વારા એ પણ જણાવ્યું હતું કે ટીમ ઈસરો સહિત વિવિધ એજન્સીઓની તકનીક અને સેંસર સાથે વિમાનથી શોધખોળના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.
આ પહેલા વાયુ સેના પ્રમુખ એર ચીફ માર્શલ બીએસ ધનોઆએ શનિવારે જોરહાટની મુલાકાત લીધી હતી. ગુમ થયેલા વિમાન અંગે વિસ્તૃત જાણકારી મેળવ્યા બાદબાદ તેઓએ તે અધિકારીઓ અને વાયુ સેનાના કર્મીઓના પરિવારો સાથે મુલાકાત કરી, જે ભારતીય વાયુસેના વિમાનમાં સવાર હતા.