Wrestlers Protest March: દિલ્હીમાં રવિવારે (28 મે)એ દેશની નવી સંસદનું ઉદઘાટન થઈ રહ્યું હતું, બસ તે જ સમયે ત્યાંથી થોડાક અંતરે દિલ્હી પોલીસ અને કુસ્તીબાજો વચ્ચે જોરદાર હંગામો શરૂ થઇ ગયો હતો. આ અંગે હવે સોશ્યલ મીડિયા પર પણ જંગ છેડાઇ ગઇ છે. આ ઘટનામાં એક પૂર્વ IPS ઓફિસરે એવું ટ્વીટ કર્યું હતુ જેના પર હવે કુસ્તીબાજ બજરંગ પૂનિયા ગુસ્સે ભરાઇ ગયો છે. તેના જવાબમાં પૂનિયાએ કહ્યું છે કે તે ગોળી ખાવા માટે તૈયાર છે, તેને પૂર્વ આઇપીએલ સામે ખુલ્લો પડકાર ફેંક્યો છે.


પૂર્વ આઇપીએસ અધિકારી એનસી અસ્થાનાએ રવિવારે (28 મે) કુસ્તીબાજો પર પોલીસ કાર્યવાહીને યોગ્ય ઠેરવતા લખ્યું હતુ કે, જો જરૂર પડશે તો ગોળી પણ ચલાવવામાં આવશે. રવિવારે દિલ્હી પોલીસે સંસદ ભવન તરફ કૂચ કરી રહેલા કુસ્તીબાજોને આગળ વધતા અટકાવ્યા હતા. આ પછી પોલીસે બળપ્રયોગ કરીને કુસ્તીબાજોને ત્યાંથી પકડી લીધા હતા. આ સાથે જંતર-મંતરથી જે જગ્યા પર કુસ્તીબાજો વિરોધ કરી રહ્યા હતા તે જગ્યા પણ ખાલી કરાવવામાં આવી હતી. કુસ્તીબાજો એક મહિનાથી પણ વધુ સમયથી ત્યાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. જ્યારે દિલ્હી પોલીસ કુસ્તીબાજોને કસ્ટડીમાં લઈ રહી હતી, તે સમયે બજરંગ પૂનિયાએ દિલ્હી પોલીસને કહ્યું કે અમને ગોળી મારી દો.


પૂર્વ આઇપીએસે શું લખ્યું ?
બજરંગ પૂનિયાના આ નિવેદન પર પૂર્વ આઈપીએસ એનસી અસ્થાનાએ લખ્યું, "જો જરૂર પડશે તો ગોળી મારીશું. પરંતુ તમારા કહેવાથી નહીં. અત્યારે ફક્ત તમને કચરાના બોરાની જેમ ઢસેડીને - ખેંચીને ફેંકી દીધા છે. કલમ 129માં પોલીસને ગોળી મારવાનો અધિકાર છે. ઉચિત પરિસ્થિતિઓમાં તે ઈચ્છા પણ પુરી થશે, પણ એ જાણવા માટે ભણેલા ગણેલા હોવું જરૂરી છે. પૉસ્ટમોર્ટમ ટેબલ પર ફરી મળીશું.






અસ્થાનાના ટ્વીટનો જવાબ આપતા બજરંગ પૂનિયાએ લખ્યું કે, "આ IPS ઓફિસર અમને ગોળી મારવાની વાત કરી રહ્યા છે. ભાઈ સામે ઉભા છીએ, બતાવ ક્યાં આવવાનું છે ગોળી ખાવા, કસમ છે પીઠ નહીં બતાવું, છાતીમાં ખાઇશ તારી ગોળી, આ જ બાકી રહી ગયુ છે, હવે અમારી કરવાનું, તો તે પણ યોગ્ય છે. 


આઇપીએસના ટ્વીટની ટિકા - 
કેટલાય યૂઝર્સે અસ્થાનાના ટ્વીટની ટીકા કરીને પ્રતિક્રિયા આપી છે. નરગીસ બાનોએ લખ્યું - 'આ એક રિટાયર્ડ IPS ઓફિસરની ભાષા છે. વિનેશ ફોગાટે સાચું જ કહ્યું છે કે દેશ બદલાઈ રહ્યો છે, આમ પણ તમે કેટલા લોકો પર ગોળીબાર કરી શકો છો?


પોલીસીયા દમન પર લેખ લખનારો કેવી રીતે બદલાયો ?
કેરળ પોલીસના ભૂતપૂર્વ મહાનિર્દેશક એનસી અસ્થાનાએ 2021માં પોલીસ દમન વિરુદ્ધ એક લેખ લખ્યો હતો, પરંતુ નિવૃત્તિ બાદ તેમની સ્ટાઈલ બદલાઈ ગઈ અને હવે તેમણે અનેક પ્રસંગોએ પોલીસની કાર્યવાહીને યોગ્ય ઠેરવી છે. આ પહેલા અસ્થાનાએ સોશ્યલ મીડિયા પર યુપી પોલીસની બૂલડોઝર કાર્યવાહીનું પણ સમર્થન કર્યું છે.