COVID-19 in india: કોરોનાના વધતા જતા કેસોએ ભારતના પણ શ્વાસ અદ્ધર કરી નાખ્યા છે. કોરોનાના ઓમિક્રોનનું સબ-વેરિઅન્ટ BF.7 કે જે ચીનમાં તબાહી મચાવી રહ્યું હતું તે હવે દુનિયા આખી માટે માથાનો દુ:ખાવો બની ગયું છે. હવે આ વેરિએન્ટના ભારતમાં પણ કેસ સતત ધતા જોવા મળી રહ્યા છે. કોરોનાના કેસ વધ્યા બાદ આરોગ્ય વિભાગ એલર્ટ પર છે અને આ અંગે અનેક ઉચ્ચ સ્તરીય બેઠકો પણ થઈ છે. આ દરમિયાન અમેરિકાથી વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. જ્યાં કોરોનાનો બીજો વેરિયેન્ટ ચિંતાજનક રીતે વિનાશ સર્જી રહ્યો છે. Ybએ Omicronનું XBB.1.5 વેરિઅન્ટ છે અને તે BQ1 ​​વેરિઅન્ટ કરતાં 120 ટકા વધુ ઝડપથી ફેલાય છે.


મિનેસોટા યુનિવર્સિટીના ચેપી રોગ નિષ્ણાત ડૉ. માઇકલ ઓસ્ટરહોમના જણાવ્યા અનુસાર, અમેરિકામાં કોવિડ-19ના 40 ટકાથી વધુ કેસ ઓમિક્રોન XBB.1.5ના કારણે ફેલાય છે. આ પ્રકારથી પીડિત દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપવામાં આવી છે. XBB.1.5 શું છે? લક્ષણો શું છે? આ વિશે જાણો.


XBB.1.5 વેરિઅન્ટ શું છે?


ભારતમાં ઓગસ્ટમાં XBBની સૌ પહેલીવાર ઓળખ થઈ હતી. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના વાઈરોલોજિસ્ટ એન્ડ્રુ પેકોઝના જણાવ્યા અનુસાર, XBB.1.5 વેરિઅન્ટમાં વધારાનું પરિવર્તન છે જે તેને શરીરના કોષો સાથે વધુ સારી રીતે જોડવામાં સક્ષમ બનાવે છે. જીવિત રહેવા માટે વાયરસને શરીરના કોષો સાથે ચુસ્તપણે બાંધવાની જરૂર રહે છે. આમ કરવાથી તે સરળતાથી જીવત રહી શકે છે અને અંદર જઈને ચેપ ફેલાવે છે.


રોગચાળાના નિષ્ણાત એરિક ફીગલ-ડિંગના જણાવ્યા અનુસાર, આ નવે વેરિએન્ટ BQ અને XBB કરતાં શરીરની રોગપ્રતિકારક શક્તિ સામે લડવામાં વધુ સારી રીતે સક્ષમ છે. નવા વેરિઅન્ટ BQ અને XBBની સરખામણીમાં આ વેરિઅન્ટનો ચેપ ફેલાવાનો દર ઘણો વધારે રહે છે.


શા માટે આ પ્રકાર આટલું જોખમી છે?


પેકિંગ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક અને સહાયક પ્રોફેસર યુનલોંગ રિચર્ડ કાઓ અનુસાર, XBB.1.5 માત્ર એન્ટિબોડીને અસર નથી કરી રહ્યું પરંતુ તેને નબળું પણ બનાવે છે. કોલંબિયા યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે XBB જેવા સબ વેરિએન્ટની રજૂઆત "વર્તમાન કોવિડ રસીકરણની અસરકારકતામાં ઘટાડો કરી શકે છે, જે ચેપ તેમજ નવા ચેપમાં વધારો કરી શકે છે."


એપિડેમિયોલોજિસ્ટ એરિક ફીગલ-ડિંગે કહ્યું હતું કે, મને લાગે છે કે અમેરિકી રસી બાયવેલેન્ટ BA5 અને યુકેની રસી બાયવેલેન્ટ BA1 કંઈક અંશે અસરકારક હોઈ શકે છે. પરંતુ તે સ્પષ્ટ નથી કે તે કેટલી અસરકારક છે કારણ કે, XBB15 વેરિઅન્ટ એ BA2 સ્ટ્રેનનું સ્પેશિયલ રિકોમ્બિનેશન છે. જોકે તેમણે આ વાત યુકે અને યુએસ રસી વુહાન 1.0 અથવા બાયવેલેન્ટ રસીને લઈને કહી છે.


XXB.1.5 અન્ય વેરિએન્ટથી કેવી રીતે અલગ?


નિષ્ણાતોના મતે, આ વેરિઅન્ટ સહેલાઈથી ઈમ્યુનિટી સામે લડીને બચીને બહાર નિકળતા વેરિએન્ટમાંનું એક છે. તે માનવ શરીરની કોશિકાઓમાં આસાનીથી પ્રવેશ કરે છે અને તેમના પર હુમલો કરે છે અને ચેપ લગાડે છે. તે જૂના XBB અથવા BQ વેરિઅન્ટ્સ કરતાં ઘણી ઝડપથી ફેલાઈ શકે છે. જો કોઈ તેની ઝપટમાં આવે તો તેને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડે છે.