શિમલાઃ કોરોના વૈશ્વિક મહામારીથી મુક્તિ મેળવવા લોકો અનેક પ્રકારના ગતકડાં કરી રહ્યાં છે. હિમાચલ પ્રદેશમાં કોરોનાને ભગાવવા એક યજ્ઞ કરવામાં આવ્યો હતો, આ યજ્ઞમાં સરકારના નિયમોને નેવે મુકીને ખુદ મુખ્યમંત્રી પણ યજ્ઞમાં બેસી ગયા હતા. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ સિંહ ઠાકુરે 55 લાખ ગાયત્રી મંત્ર જાપ, યજ્ઞ અને હવન કર્યા હતા. આની તસવીરો પણ વાયરલ થઇ રહી છે.
હિમાચલ પ્રદેશ રાજ્યમાં આ પ્રદેશ ભાજપ મહિલા મોરચા દ્વારા આ ધાર્મિક કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ યજ્ઞ દરમિયાન કોરોનાને અટકાવવાના દરેક નિયમોને ધજ્જીયા ઉડાવવામાં આવી હતી.
મુખ્યમંત્રીએ કહ્યું - અમને ભારતીય સંસ્કૃતિ પર પુરેપુરો વિશ્વાસ છે, જ્યારે પણ આવી આફત આવે છે, અમે ધાર્મિક આયોજન કરીએ છીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ છે. મુખ્યમંત્રીએ કહ્યું અમે કોરોના વાયરસનુ સંકટ જલ્દી ખતમ થઇ જાય તે માટે પ્રાર્થના કરી છે.
આયોજનમાં હિમાચલ પ્રદેશ સરકારમાં મંત્રી સુરેશ ભારદ્વાજ અને સરવીણ ચૌધરી, પ્રદેશ ભાજપા મહાસચિવ ત્રિલોક જામવાલ અમે મહિલા મોરચા અધ્યક્ષ રશ્મિ ધર સૂર હાજર રહ્યાં હતા.
નોંધનીય છે કે, હાલના સમયમાં હિમાચલ પ્રદેશમાં કોરોના સંક્રમિતોનો કુલ આંકડો 1341 પર પહોંચી ગયો છે, રાજ્યમાં 362 એક્ટિવ કેસ છે. 979 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે.
કોરોનાને ભગાવવા આ રાજ્યમાં નિયમોને નેવે મુકીને કરાયો યજ્ઞ, ખુદ મુખ્યમંત્રી પણ બેસી ગયા યજ્ઞમાં
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 Jul 2020 08:50 AM (IST)
હિમાચલ પ્રદેશ રાજ્યમાં આ પ્રદેશ ભાજપ મહિલા મોરચા દ્વારા આ ધાર્મિક કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ યજ્ઞ દરમિયાન કોરોનાને અટકાવવાના દરેક નિયમોને ધજ્જીયા ઉડાવવામાં આવી હતી
- - - - - - - - - Advertisement - - - - - - - - -