આ અરજી પર આજે બપોરે ત્રણ વાગ્યે જસ્ટિસ સતીશ ચંદ્ર શર્માએ સુનાવણી કરી. પરંતુ, બાગી ધારાસભ્યના પક્ષના વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેએ ફરીથી અરજી દાખલ કરવાનો સમય માંગ્યો હતો.
કોંગ્રેસ પાર્ટીના મુખ્ય સચેતક મહેશ જોશીએ કોર્ટમાં અરજી આપીને અનુરોધ કર્યો કે, આ મામલે કોઈ પણ આદેશ આપતા પહેલા તેમના પક્ષને પણ સાંભળવામાં આવે. જોશીએ જ વિધાનસભા અધ્યક્ષને પત્ર લખીને આ ધારાસભ્યને અયોગ્ય ઠેરવવા અનુરોધ કર્યો છે.
કૉંગ્રેસે વિધાનસભા અધ્યક્ષને ફરિયાદ કરી હતી કે, આ 19 ધારાસભ્યોએ કૉંગ્રેસ ધારાસભ્ય દળની બેઠકમાં સામેલ થવાના પાર્ટીના વ્હીપનું ઉલ્લંઘન કર્યું છે. તેના બાદ વિધાનસભા અધ્યક્ષે મંગળવારે તમામને નોટિસ જારી કરી હતી. પાયલટના સમર્થન ધારાસભ્યોનું કહેવું છે કે, પાર્ટીના વ્હીપ માત્ર ત્યારે જ લાગુ થાય છે જ્યારે વિધાનસભા સત્ર ચાલુ હોય.