નવી દિલ્હીઃ સ્વરાજ ઇન્ડિયાના અધ્યક્ષ અને આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા યોગેન્દ્ર યાદવની અટકાયત કરી લેવામાં આવી છે. યોગેન્દ્ર યાદવ ખેડૂતો સાથે મળી સલેમ અને ચેન્નઇ વચ્ચે બની રહેલા આઠ લેન એક્સપ્રેસનો વિરોધ કરી રહ્યા હતા ત્યારે તેમની અટકાયત કરવામાં આવી છે.


યોગેન્દ્ર યાદવની ખેડૂતો સાથે અટકાયત કરવામાં આવી છે. યોગેન્દ્ર યાદવે કહ્યું કે, તેઓ અહી ખેડૂતો સાથે વાત કરવા આવ્યા છે. યાદવે જણાવ્યું હતું કે તેઓ જાણવા માંગતા હતા કે શું ખેડૂતો એક્સપ્રેસ વે માટે પોતાની મરજીથી જમીન આપવા તૈયાર છે. જ્યારે અમે ગામથી બીજા ગામ જઇ રહ્યા હતા ત્યારે પોલીસે અમને રોક્યા હતા. યાદવનો આરોપ છે કે પોલીસે આ દરમિયાન ફોન પણ છીનવી લીધો હતો. અમને કહેવામાં આવ્યું કે તેઓ ખેડૂતોને મળી શકશે નહીં. અમને તેમ કરતા કેવી રીતે રોકવામાં આવી શકે છે. આ તમિલનાડુ પોલીસનું રાજ છે. યાદવે કહ્યું કે, પોલીસે મને કહ્યું હતું કે મારી હાજરીની કાયદો વ્યવસ્થા બગડી શકે છે. અશાંતિ ફેલાઇ શકે છે જેથી મારી અટકાયત કરાઇ છે.