Uttar Pradesh News: ઉત્તર પ્રદેશના તમામ નગરોને સુરક્ષિત શહેર બનાવવાની મંશાથી રાજ્ય સરકારે સુબાના 16 નગરોમાં 5 હજારથી વધુ સીસીટીવી કેમેરા લગાવ્યા છે. સાથે જ એકીકૃત કમાન્ડ અને નિયંત્રણ પ્રણાલીની નગર અને રાજ્ય સ્તર પર નજર રાખવામાં આવી રહી છે.


રાજ્ય સરકારના એક પ્રવક્તાએ બુધવારે બતાવ્યુ કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath) આજકાલ દરેક પુબુદ્ધજન સંમેલનમાં એકીકૃત કમાન્ડ અને નિયંત્રણ કેન્દ્રને ટ્રાફિક સાથે જોડવા અને શહેરોને ‘સેફ સિટી’ બનાવવાની યોજના પર જરૂર વાત કરી રહ્યાં છે. તેઓ કહી રહ્યાં છે કે અમારા શહેરો આજે સ્માર્ટની સાથે સાથે સુરક્ષિત પણ છે. જો કોઇ અપરાધી એક ચોરા પર કોઇ ઘટનાને અંજામ આપે છે , તો બીજા ચોરા પર પોલીસ તેને ઠાર કરી દેશે.


આ શહેરોમાં લાગ્યા છે કેમેરા - 
મુખ્યમંત્રીની આ મંશાને જોતા ઉત્તર પ્રદેશના 16 શહેરોમાં તમામ વિભાગો અને યોજનાઓ અંતર્ગત 5000 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. પ્રવક્તાએ આગળ બતાવ્યુ કે કેમેરા દરેક ચોરા, મુખ્ય માર્ગો, એક્સપ્રેસ વે અને રેલવે તથા મેટ્રૉ સ્ટેશન પર લોકોની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યાં છે. 


જ્યાં કેન્દ્ર તરફથી કાનપુર, લખનઉ, આગરા, વારાણસી, પ્રયાગરાજ, અલીગઢ, બરેલી, ઝાંસી, સહારનપુર, અને મુરાદાબાદ જેવા શહેરોમાં સીસીટીવી કેમેરા લગાવવામાં મદદ મળી છે. વળી, અયોધ્યા, મથુરા, વૃંદાનવ, ફિરોજાબાદ, મેરઠ, શાહજહાંપુર, ગોરખપુર, અને ગાઝિયાબાદમાં રાજ્ય સરકાર તરફથી ગ્રાન્ટ જાહેર કરવામાં આવી છે, કેમેરા લગાવવામાં પ્રાઇવેટ કંપનીઓને પણ સહયોગ લેવામાં આવ્યો છે. 


 


સોશિયલ મીડિયા પર સીએમ યોગીનો ક્રેઝ