Yogi Adityanath Shapath Grahan Live: સતત બીજી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લઈ યોગીએ ઈતિહાસ સર્જ્યો

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે સતત બીજી વખત ચૂંટણી જીતીને ઈતિહાસ રચનાર યોગી આદિત્યનાથનો આજે શપથ ગ્રહણ સમારોહ લખનઉના ઈકના સ્ટેડિયમ ખાતે યોજાઈ રહ્યો છે.

gujarati.abplive.com Last Updated: 25 Mar 2022 04:52 PM
સંજય નિષાદે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા

સંજય નિષાદે યોગી સરકારની કેબિનેટમાં કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. ભાજપની સહયોગી પાર્ટી નિષાદ પાર્ટીના અધ્ય છે સંજય નિષાદ.

આશિષ પટેલે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા

આશિષ પટેલે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. આશિષ પટેલ અપના દલના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રહી ચુક્યા છે.

યોગેન્દ્ર ઉપાધ્યાએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા

યોગેન્દ્ર ઉપાધ્યાએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. તેઓ સતત ત્રીજી વાર ધારાસભ્યની ચૂંટણી જીત્યા છે.

અરવિંદ શર્માએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા

અરવિંદ શર્માએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. અરવિંદ શર્મા ગુજરાત કેડરના પૂર્વ આઈએએસ અધિકારી હતા. તેઓ રાજીનામું આપીને રાજનીતિમાં જોડાયા હતા.

રાકેશ સચાને કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા

રાકેશ સચાને કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. રાકેશ સચાન કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા.

જિતિન પ્રસાદે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા

જિતિન પ્રસાદે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. તેઓ યુપીમાં બ્રાહ્મણ નેતા તરીકે એક મોટો ચહેરો છે. આ પહેલાં પણ જિતિન પ્રસાદ યોગી સરકારમાં મંત્રી રહ્યા હતા અને તેઓ પહેલાં કોંગ્રેસમાં હતા. 

અનિલ રાજભરે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા

અનિલ રાજભરે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. આ પહેલાં સપામાં હતા અનિલ રાજભર

ભૂપેન્દ્ર ચૌધરીએ યોગી સરકારના કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા

ભૂપેન્દ્ર ચૌધરીએ યોગી સરકારના કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. ભૂપેન્દ્ર ચૌધરી મોટા જાટ નેતા છે અને સંગઠનમાં તેમણે મોટુ કામ કર્યું છે.

કેબિનેટ મંત્રી તરીકે નંદગોપાલ ગુપ્તાએ શપથ લીધા

કેબિનેટ મંત્રી તરીકે નંદગોપાલ ગુપ્તાએ શપથ લીધા. અલાહાબાદ દક્ષિણ બેઠક પરથી ધારાસભ્ય તરીકે નંદગોપાલ ગુપ્તા ચૂંટાયા છે. આ પહેલાં પણ યોગી સરકારમાં મંત્રી રહી ચુક્યા છે નંદગોપાલ ગુપ્તા.

કેબિનેટ મંત્રી તરીકે ધરમપાલ સિંહે શપથ લીધા

કેબિનેટ મંત્રી તરીકે ધરમપાલ સિંહે શપથ લીધા. તેઓ એત્માદપુર સીટથી ભાજપની ટિકિટ પર ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે.

કેબિનેટ મંત્રી તરીકે જયવિર સિંહે શપથ લીધા

ઉત્તર પ્રદેશ રાજ્યના મંત્રી મંડળમાં કેબિનેટ મંત્રી તરીકે જયવિર સિંહે શપથ લીધા.

લક્ષ્મીનારાયણ ચૌધરીએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા

ઉત્તર પ્રદેશ રાજ્યના મંત્રી મંડળમાં લક્ષ્મીનારાયણ ચૌધરીએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. આ પહેલાંની સરકારમાં પશુપાલન મંત્રી હતા લક્ષ્મીનારાયણ ચૌધરી હતા અને મોટા જાટ નેતા છે.

કેબિનેટ મંત્રી તરીકે બેબીરાની મોર્યએ શપથ લીધા

ઉત્તર પ્રદેશ રાજ્યના કેબિનેટ મંત્રી તરીકે બેબીરાની મોર્યએ શપથ લીધા.

કેબિનેટ મંત્રી તરીકે સ્વતંત્રદેવ સિંહે શપથ લીધા.

ઉત્તર પ્રદેશ સરકારના મંત્રી મંડળમાં કેબિનેટ મંત્રી તરીકે સ્વતંત્રદેવ સિંહે શપથ લીધા. સ્વતંત્રદેવ સિંહ ઉત્તરપ્રદેશના ભાજપ પ્રમુખ રહી ચુક્યા છે.

ઉત્તર પ્રદેશ રાજ્યના મંત્રી મંડળમાં કેબિનેટ મંત્રી તરીકે સુર્ય પ્રતાપ શાહીએ શપથ લીધા.

ઉત્તર પ્રદેશ રાજ્યના મંત્રી મંડળમાં કેબિનેટ મંત્રી તરીકે સુર્ય પ્રતાપ શાહીએ શપથ લીધા.

ઉત્તર પ્રદેશ રાજ્યના મંત્રી મંડળમાં કેબિનેટ મંત્રી તરીકે સુરેશ ખન્નાએ શપથ લીધા

ઉત્તર પ્રદેશ રાજ્યના મંત્રી મંડળમાં કેબિનેટ મંત્રી તરીકે સુરેશ ખન્નાએ શપથ લીધા

કેશવપ્રસાદ મોર્ય અને બ્રજેશ પાઠકે ઉત્તરપ્રદેશના ઉપ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા

ઉત્તરપ્રદેશના ઉપ મુખ્યમંત્રી તરીકે કોણ શપથ લેશે તે અંગે ઘણી અટકળો લાગ્યા બાદ શપથ ગ્રહણ સમારોહમાં ઉપ મુખ્યમંત્રી તરીકે કેશવપ્રસાદ મોર્ય અને બ્રજેશ પાઠકે શપથ લીધા. રાજ્યપાલ આનંદીબેન પટેલે શપથ લેવડાવ્યા હતા. કેશવપ્રસાદ મોર્ય વિધાનસભાની ચૂંટણી હારી ગયા હતા.

મુખ્યમંત્રી તરીકે યોગી આદિત્યનાથે શપથ ગ્રહણ કર્યા

મુખ્યમંત્રી તરીકે યોગી આદિત્યનાથે શપથ ગ્રહણ કર્યા. રાજ્યપાલ આનંદીબેન પટેલે યોગી આદિત્યનાથને શપથ લેવડાવ્યા હતા. આ દરમિયાન સ્ટેડિયમમાં હાજર જન મેદનીએ યોગી આદિત્યનાથનું અભિવાદન કર્યું હતું.

શપથ ગ્રહણ સમારોહમાં પીએમ મોદીનું આગમન

શપથ ગ્રહણ સમારોહમાં પીએમ મોદીનું આગમન થઈ ચુક્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ શપથ ગ્રહણ સમારોહમાં વિશેષ ઉપસ્થિત રહ્યા છે. તેમની બાજુમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ બેઠા છે.

બ્રેકગ્રાઉન્ડ

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે સતત બીજી વખત ચૂંટણી જીતીને ઈતિહાસ રચનાર યોગી આદિત્યનાથનો આજે શપથ ગ્રહણ સમારોહ લખનઉના ઈકના સ્ટેડિયમ ખાતે યોજાઈ રહ્યો છે. આ શપથ ગ્રહણ સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશષ ઉપસ્થિત રહેશે સાથે જ કેન્દ્ર સરકારના મંત્રીઓ અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા છે. યોગી આદિત્યના શપથ ગ્રહણ સમારોહને જોવા માટે મોટી સંખ્યામાં ઉત્તર પ્રદેશના લોકો પણ ઉપસ્થિત રહ્યા છે. આજે યોગી સરકારમાં 52 મંત્રીઓ શપથ લેશે. જેમાં બ્રજેશ પાઠક અને કેશવ પ્રસાદ મૌર્ય ડેપ્યુટી સીએમ તરીકે શપથ લેશે. આ સિવાય 18 કેબિનેટ મંત્રીઓ કેબિનેટ મંત્રી તરીકે શપથ લેશે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.