CM Yogi Adityanath : યુપીના સીએમ યોગી આદિત્યનાથે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વિશે ખુલીને વાત કરી હતી. સીએમએ કહ્યું છે કે, રાજ્યમાં ઘણા ધર્મો છે પરંતુ ખૂબ જ શાંતિ છે. કોઈ હુલ્લડ નથી. આજે ઈદ છે અને ઈદની નમાજ પઢવામાં આવી રહી છે. પરંતુ કોઈપણ જગ્યાએ નમાજ રસ્તા પર નહીં પરંતુ મસ્જિદમાં થઈ રહી છે. વાહન વ્યવહાર ખોરંભાયો નથી કારણ કે સૌકોઈ જાણે છે કે, કાયદાનું શાસન છે અને તે બધા માટે સમાન છે, તેમાં કોઈ જ ભેદભાવ નથી.


પહેલા લોકો આઝમગઢના નામથી ડરી જતા હતાઃ સીએમ યોગી


સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનનું નામ લીધા વગર આકરા પ્રહાર કરતા મુખ્યમંત્રીએ તેમના સંબોધનમાં વધુમાં જણાવ્યું હતું કે, પૂર્વીય ઉત્તર પ્રદેશ અને બુંદેલખંડ પ્રદેશના બે વિસ્તારો એવા છે જે આર્થિક રીતે પછાત ગણાતા હતા. પરંતુ, આજે બંને વિસ્તારોને એક્સપ્રેસ હાઈવે દ્વારા જોડવામાં આવ્યા છે. આઝમગઢ જેવો જિલ્લો જેના નામથી લોકો ડરતા હતા. આજે આઝમગઢને એક્સપ્રેસ હાઈવે સાથે જોડી દેવામાં આવ્યું છે, ત્યાં એરપોર્ટ પણ બની રહ્યું છે અને હવે ત્યાં એક યુનિવર્સિટી પણ બની રહી છે.


સીએમએ વધુમાં કહ્યું હતું કે, આઝમગઢમાં હવે કોઈ ભય નથી, કોઈ અરાજકતા નથી. ઉપદ્રવ આજે ઉજવણીમાં ફેરવાઈ ગયો છે. અયોધ્યામાં દીપોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કાશીમાં દેવ-દિવાળીનું આયોજન થઈ રહ્યું છે. પ્રયાગરાજ ફરી કુંભ અને માઘ મેળા માટે જાણીતું બન્યું છે. વૃંદાવન રંગોત્સવ માટે જાણીતું બન્યું છે. હવે યુપીમાં દરેક ઘટના ઉજવણીમાં ફેરવાતી જોવા મળી રહી છે.


હવે રાજ્યમાં કોઈ માફિયા કોઈને ધમકી નહીં આપી શકેઃ સીએમ યોગી


થોડા દિવસો પહેલા પણ સીએમ યોગીએ ઉત્તર પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને નિવેદન આપ્યું હતું. સીએમ યોગીએ કહ્યું હતું કે, પહેલા કહેવામાં આવતું હતું કે, યુપીમાં કાયદો અને વ્યવસ્થા સારી નથી. પરંતુ હવે રાજ્યમાં કોઈ માફિયા કોઈને ધમકી આપી શકશે નહીં. હવે રાજ્યમાં ક્યાંય હુલ્લડ નથી. રાજ્યમાં હવે કાયદાનું શાસન છે.


સીએમએ એમ પણ કહ્યું હતું કે, 2017 પહેલા ઉત્તર પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખરાબ હતી અને રાજ્ય રમખાણો માટે કુખ્યાત હતું. પહેલા રાજ્યની ઓળખનું સંકટ હતું, આજે રાજ્ય તેમના (માફિયાઓ) માટે સંકટ બની રહ્યું છે. રાજ્યમાં રોજેરોજ તોફાનો થતા હતા. 2012 થી 2017 સુધીમાં 700 થી વધુ રમખાણો થયા.


પરંતુ, વર્ષ 2017 થી 2023 સુધી યુપીમાં એક પણ રમખાણ નથી થયું. કર્ફ્યુ એક વખત પણ લાદવામાં આવ્યો ન હતો, તે પણ થયો નથી. હવે કોઈ વ્યાવસાયિક ગુનેગાર અને માફિયા કોઈપણ ઉદ્યોગસાહસિકને ધમકી આપી શકશે નહીં. યુપી આજે શ્રેષ્ઠ સુરક્ષાની ખાતરી આપે છે. પહેલા કહેવામાં આવતું હતું કે જ્યાંથી ખરાબ રસ્તો આવે છે, ત્યાંથી યુપીની બોર્ડર આવી છે તે સમજી લો. આ સમસ્યા હવે સમાપ્ત થઈ ગઈ છે.