એલપીજી પર સિલિન્ડર ગેસ સબસિડીની જાણકારી આપ ઘરે બેઠા મેળવી શકો છો. થોડી મિનિટોમાં જ આપ માહિતી મેળવી શકો છો કે, આપને સબસીડિ મળી છે કે નહીં.
એલપીજી સિલીન્ડરની કિંમતમાં સતત વધારો થઇ રહ્યો છે.આ સ્થિતિમાં સબસિડીને લઇને પણ અનેક શંકા ઉભી થઇ રહી છે. જેમકે સબસિડી મળશે કે નહીં જો સબસીડિ મળશે તો કેટલી મળશે. આ બધા જ સવાલના જવાબ આપ ઘર બેઠા જ મેળવી શકો છો.
આપ સબસિડી બે રીતે ચેક કરી શકો છો.પહેલી રીત, આપ ઇન્ડેન, ભારત ગેસ, અને એચપીની સાથે આપના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર દ્વારા ચેક કરી શકો છો. બીજી રીત એ છે કે, એલપીજી આઇડી, જે આપના ગેસ કનેકશનના પાસબુકમાં લખેલી જોવા મળે છે.
- ઇન્ડેન માટે ચેક કરવાની રીત
સૌથી પહેલા તેમની ઓફિશ્યલ વેબસાઇટ indianoil.in પર જઇને તેને ઓપર કરો. - ત્યારબાદ આપ એલપીજી સિલિન્ડરના ફોટો પર ક્લિક કરો, ત્યારબાદ એક બોક્સ ખુલશે, ત્યારબાદ સબસિડી સ્ટેટસ લખીને પ્રોસેસ્ડ પર ક્લિક કરો.
- ત્યારબાદ સબસિડી રિલેટેડ ઓપ્શન (PAHAL) પર ક્લિક કરો. જેની નીચે સબસિડી નોટ રિસિવ લખેલું જોવા મળશે, ત્યારબાદ તેના પર ક્લિક કરો.
- ત્યારબાદ નવું બોક્સ ખુલશે, જેમાં રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અને એલપીજી આઇડીના બે ઓપ્શન મલશે. જો આપનું ગેસ કનેકશન સાથે મોબાઇલ નંબર રજિસ્ટર્ડ હોય તો તેને પસંદ કરો. નહિતો એલપીજી આઇડી તેમાં નાખો.
- આટલી પ્રોસેસ કર્યો વેરિફાય કરીને સબમિટ કરી દો. ત્યારબાદ બુકિંગ જેવી માંગણીને ફીલ કરી દો. ત્યારબાદ સબસિડીની જાણકારી મળી જશે.
એચપી કે અથવા બીપીસીએલના સિલિન્ડર બુક કર્યાં બાદ જાણકારી પ્રાપ્ત કરવા માટે એક કોમન વેબસાઇટ છે, જેના દ્રારા તેને ચેક કરી શકાય છે. કઇ રીતે કરીશો ચેક તેના સ્ટેપ સમજી લો,
- સૌથી પહેલા http://mylpg.in પરજઇને આપની 17 ડિજિટની એલપીજી આઇડી નોંધો
- ત્યારબાદ રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અને કૈચ્ચા કોડ ભરો, ત્યારબાદ આપના મોબાઇલ નંબર પર ઓટીપી આવશે,
- ત્યારબાદ આપને આગળના પેઝ પર આપનો ઇમેલ આઇડી નાખીને પાસવર્ડ જનરેટ કરવો પડશે.
- ત્યારબાદ આપને ઇમેલ પર એક એક્ટિવેટ કરવાની લિંક મળશે. તેને ક્લિક કરીને આપનું અકાઉન્ટ એક્ટિવેટ થઇ જશે. ત્યારબાદ mylpg.in પર જઇને આપ લોગ ઇન કરી લો.
- આપનો આધાર એલપીજી એકાઉન્ટ સાથે જોડાયેલા છે, તો તેના પર ક્લિક કરવાથી View Cylinder Booking History/subsidy transferred ઓપ્શન દેખાશે.અહીં આપના અકાઉન્ટમાં સબસિડી જમા છે કે નહીં. તેની જાણકારી મળી જશે.