Railway Action: હાલ વ્લોગર ફોલોવર્સ વધારવા માટે કંઇ પણ માહિતી આપતા હોય છે. આવી ફેક માહિતી લોકોને ગુમરાહ કરે છે. આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં રેલવેના નિયમોની વિરૂદ્ધ ફેક માહિતી આપવામાં આવે છે. આ માહિતી પ્રવાસીઓને રેલવેના નિયમોનું ઉલ્લંઘન કરવા તરફ દોરે છે. એક વીડિયો ક્રિએટરએ એવો વીડિયો બનાવ્યો છે કે, જેમાં એવી માહિતી આપવામાં આવી છે કે, કોઇ પણ પ્રવાસી નોર્મલ ટિકિટ ખરીદીને રેલવેના એસી કોચમાં એન્ટ્રી લઇ શકે છે. આ માહિતી ફેક છે. આ વીડિયો વાયરલ થતાં અને રેલવેના ધ્યાનમાં આવતા વ્લોગર સામે કાર્યવાહી કરવામાં આવી છે.
રેલવેના જણાવ્યા અનુસાર, આવા સોશિયલ મીડિયા પ્રચાર પ્રવાસીઓને નિયમોનું ઉલ્લંઘન કરવા માટે ઉશ્કેરી રહ્યા છે. જેના કારણે રેલવેમાં વધુ અવ્યવસ્થા ફેલાય છે. આ ફેક વીડિયો બનાવનાર સામે ચેન્નાઈ ડિવિઝને કાનૂની કાર્યવાહી શરૂ કરી છે. જાણીએ સમગ્ર મામલો શું છે.
ગેરમાર્ગે દોરતા વીડિયો, ખોટી માહિતી, શોર્ટસ રીલ્સ... દક્ષિણ રેલવે એવા વ્લોગર્સથી ખૂબ જ પરેશાન છે, જેઓ રેલવે કામગીરી વિશે ખોટી માહિતી ફેલાવે છે અને પોતાને સત્તાવાર અથવા અધિકૃત સ્ત્રોત હોવાનો દાવો કરે છે. રેલવેના જણાવ્યા અનુસાર,આવી ફેક માહિતી ફેલવાર સામે હવે સાઉથ રેલવે કડક પગલા લેવાનો નિર્ણય કર્યો છે.
આ વીડિયોની વાત કરીઓ તો સોશિયલ મીડિયા પર એવા વીડિયો વાયરલ થયો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, કોઈ વ્યક્તિ જનરલ ટિકિટ લઇને પણ રિઝર્વેશન વિના એસી કોચમાં પ્રવેશ કરી શકે છે, રિઝર્વેશન વિના મુસાફરી કરવા માટે ફક્ત ₹250 દંડ અને ભાડું જરૂરી હોય છે અને પ્લેટફોર્મ ટિકિટની જરૂર નથી. આવા વીડિયો જોનારા મુસાફરો ઘણીવાર અધિકારીઓ સાથે દલીલ કરે છે અને રેલવે કર્મચારીઓને નિયમો શીખવવા લાગે છેય. જેના કારણે રેલવે કાનૂની કાર્યવાહી કરીને લોકોને આવા ફેક વીડિયોથી પ્રભાવિત ન થવા અનુરોધ કર્યો છે. નોંધનિય છે કે, હાલ લાખો ફોલોઅર્સ વધારવા માટે વ્લોગર્સ ખોટી અને લોભામણી જાહેરાતો વીડિયો દ્વારા કરે છે. આ ઘટના બાદ રેલવે પોલીસે આવા વ્યક્તિઓની યાદી તૈયાર કરી રહી રહી છે, અને તેમની સામે કાનૂની કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે.
રેલવેના નિયમો અનુસાર, પરવાનગી વિના રેલવે પરિસરમાં વ્લોગ બનાવવો, વીડિયો રેકોર્ડ કરવો અથવા ફોટોગ્રાફ્સ લેવા એ સજાપાત્ર ગુનો છે. રેલવે માને છે કે, આ નિયમનો કડક અમલ પ્લેટફોર્મ અને ટ્રેનમાં વીડિયોગ્રાફી અને અતિક્રમણના બનાવોમાં પણ ઘટાડો કરશે. સ્ટેશનો, યાર્ડ્સ, ડેપો અને દુકાનોની અંદર વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી માટે પરવાનગીના નિયમો વધુ કડક કરવામાં આવશે. આટલું જ નહિ ખોટી માહિતીને રોકવા માટે, રેલ્વેએ X પ્લેટફોર્મ પર એક ફેક્ટ-ચેકિંગ હેન્ડલ પણ શરૂ કર્યું છે. જેમાં જો આપ કોઇ રેલ્વે સંબંધિત ભ્રામક માહિતી જુવો તો અહી આ હેન્ડલ પર ટેગ કરી શકો છો જેથી આવા ફેક વીડિયો સામે લગામ કસી શકાય.