Armaan Malik Wives Pregnant:  ફેમસ યુટ્યુબ વ્લોગર અરમાન મલિક તેની બંને પત્નીઓ પાયલ અને કૃતિકાની પ્રેગ્નન્સીને કારણે ફરી એકવાર ચર્ચામાં છે. તાજેતરમાં અરમાને તેની પત્નીઓ સાથે ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર પોસ્ટ કરી હતી, જેમાં બંને પત્નીઓના બેબી બંપ ફ્લોન્ટ થઇ રહ્યા છે. જોકે, આ સમાચાર જાહેર થયા બાદ અરમાનને યૂઝર્સે ટ્રોલ કર્યો હતો. લોકોએ પૂછ્યું કે આ કેવી રીતે શક્ય છે?






વ્લોગર અરમાન મલિકનું જીવન કોઈ બોલિવૂડ ફિલ્મથી ઓછું નથી. તેણે 2011 માં પાયલ સાથે લગ્ન કર્યા અને બંનેને એક પુત્ર ચિરાયુ છે. જો કે, પાયલ સાથે લગ્ન કર્યા પછી તેણે કૃતિકાને ડેટ કરવાનું શરૂ કર્યું અને ડેટિંગના  અઠવાડિયામાં તેઓએ 2018 માં લગ્ન કરી લીધા હતા.  અરમાનની બંને પત્નીઓ હવે એકસાથે ગર્ભવતી છે.


અરમાન મલિક આ વખતે ઘણો ટ્રોલ થઈ રહ્યો છે. તેણે સોશિયલ મીડિયા પર બેબી બંપ ફ્લોન્ટ કરતી તેની બંને પત્નીઓનો ફોટો અપલોડ કર્યો હતો, જેના પછી ટ્રોલરોએ તેને ટ્રોલ કર્યો હતો. આ તસવીર અત્યાર સુધી વાયરલ થઈ છે અને તેને ઘણી લાઈક્સ અને કોમેન્ટ્સ મળી છે. અરમાન ગયા વર્ષે ત્યારે ચર્ચામાં આવ્યો હતો જ્યારે એક વીડિયોમાં તેણે તેની બંને પત્નીઓને તેની કિડની સાથે સરખાવી હતી અને બતાવ્યું હતું કે તે બંનેને સમાન રીતે પ્રેમ કરે છે. પાયલ મલિક અને કૃતિકા મલિક બંને કન્ટેન્ટ ક્રિએટર્સ છે.


બંને પત્નીઓની પ્રેગ્નન્સીના સમાચાર સામે આવ્યા બાદ જ ટ્રોલિંગ શરૂ થઈ ગયું હતું. એક યુઝરે લખ્યું, "યાર, આ બંને એક સાથે પ્રેગ્નેન્ટ છે!


મલિકના ઈન્સ્ટાગ્રામ પર 1.5 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે


સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર મલિકના 1.5 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. તેણે 2011 માં પાયલ સાથે લગ્ન કર્યા અને તેને ચિરાયુ નામનો પુત્ર છે. આ પછી તેણે 2018માં કૃતિકા સાથે લગ્ન કર્યા. અહેવાલ મુજબ કૃતિકા પાયલની બેસ્ટ ફ્રેન્ડ છે. ત્યારથી પરિવારના ચારેય સભ્યો સાથે રહે છે. પાયલ અને કૃતિકા ઘણીવાર તસવીરોમાં સાથે જોવા મળે છે.