નવી દિલ્હીઃ કેરળમાં કોરોના વાયરસ સંક્રમણની વચ્ચે ઝીકા વાયરસનો પ્રથમ કેસ નોંધાયો છે. કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે ગુરુવારે જાણકારી આપતા કહ્યું કે, રાજ્યમાં 24 વર્ષીય ગર્ભવતી મહિલામાં મચ્છરથી ફેલાતી બીમારી ઝીકા વાયરસનો પ્રથમ કેસ મળી આવ્યો છે.
13 શંકાસ્પદને સેમ્પલ મોકલવામાં આવ્યા
સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, તિરૂવનંતપુરમથી ઝીકા વાયરસના 13 અન્ય શંકાસ્પદ કેસ મળી આવ્યા છે. તેમનું કહેવું છે કે, ટેસ્ટ માટે તેમના સેમ્પલ પુણએની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીમાં મોકલવામાં આવ્યા છે. જ્યાંથી રિપોર્ટ આવ્યા બાદ જ આગળની પુષ્ટિ કરવામાં આવશે. મંત્રીનું કહેવું છે કે તિરૂવનંતપુરમથી મોકલવામાં આવેલ 19 નમૂનામાંથી ડોક્ટરો સહિત 13 સ્વાસ્થ્ય કર્મીઓ ઝીકા સંક્રમિત હોવાની આશંકા છે.
શું છે ઝીકા વાયરસ અને કેવી રીતે ફેલાય છે ?
ઝીકા, મચ્છરજન્ય રોગ છે. આ મુખ્ય રીતે સંક્રમિત એડીજ મચ્છર કરડવાથી મનુષ્યમાં ફેલાય છે. એડીજ મચ્છરથી જ ડેંગ્યૂ, ચિકનગુનિયા અને પીળો તાવનું ટ્રાન્મિશન થાય છે. ઝીકા વાયરસ ગર્ભવતી મહિલાઓને તેના ભ્રૂણમાં ગર્ભવાસ્થા દરમિયાન ફેલાય શકે છે અને તેના કારણએ બાળક અવિકસિત દિમાગ સાથે જન્મી શકે છે. બીમારી મોટેભાગે ઉષ્ણકટિબંધીય અને ઉપોષ્ણકટિબંધીય વિસ્તારમાં મળી આવે છે.
એડીજ મચ્છર સામાન્ય રિતે દિવસના સમયે, ખાસ કરીને સવારે અને સાંજે કરડવા માટે જાણીતા છે. બ્રાઝીલમાં ઓક્ટોબર 2015માં માઈક્રોસેફલી અને ઝીકા વાયરસ સંક્રમણની વચ્ચે સંબંધ મળી આવ્યો હતો. હાલમાં 86 દેશ અને વિસ્તારમાં ઝીકા વાયરસના પુરાવા મળી આવ્યા છે. વિશ્વ સ્વાસ્ત્ય સંગઠન અનુસાર, 1947માં પ્રથમ વખત વાંદરાઓમાં ઝીકા વાયરસની ઓળખ થઈ હતી. બાદમાં 1952માં યૂગાંડામાં અને તાન્જાનિયામાં આ વાયરસ મળી આવ્યો હતો. ઝીકા વાયરસ બીમારીનો પ્રકોપ, આફ્રીકા, એશિયા અને અમેરિકામાં સામે આવ્યો છે.
કોના માટે ઘાતક
સામાન્ય લોકો માટે ઝીકા વાયરસ ઘાતક નથી પરંતુ ગર્ભવતી મહિલાઓ અને બાળકો માટે આ વાયરસ ઘાતક નીવડી શકે છે. ગર્ભવતી મહિલાઓ દ્વારા આ વાયરસ નવજાતમાં ફેલાય છે અને તેને કારણે બાળકો ખોડખાંપણ વાળા જન્મે છે.
લક્ષણ, સારવાર અ બચાવના ઉપાય
ઝીકાના લક્ષણ તાવ, ચામડી પર ચમાકા અને સાંધાના અને સ્નાયુઓમાં દુખાવો જેવા છે જે મોટેભાગે ડેંગ્યૂમાં પણ હોય છે. જોકે ઝીકા વાયરસથી સંક્રમિત મોટાભાગના લોકોમાં લક્ષણ જોવા નથી મળતા, પરંતુ તેનામાંથી કેટલાકને તાવ, સ્નાયુ અને સાંધામાં દુઃખાવો, માથામાં દુઃખાપો, બેચેની, ચકામા અને કન્જિક્ટિવાઈટિસની સમસ્યા થઈ શકે છે. આ લક્ષણ સામાન્ય રીતે 2-7 દિવસ સુધી રહે છે. હાલમાં ઝીકા વાયરસ સંક્રમણની સારવાર અથવા બચાવ માટે કોઈ રસી નથી. ટ
ઝીકા વાયરસથી બચવા શું કરવું
હાલના સમયે ઝીકા વાયરસની કોઈ એન્ટીવાયરસ ટ્રીટમેન્ટ કે વેક્સિન ઉપલબ્ધ નથી. તેથી ઝીકા વાયરસથી બચવાનો સૌથી સારો ઉપાય દિવસના સમયમાં મચ્છરો ન કરડે તેનું ધ્યાન રાખવું જોઈએ.
ઝીકા વાયરસની રસી હાલમાં બની રહી છે. વાયરસને ફેલાતો રોકવા માટે એક જ રીતે છે અને તે મચ્છરના કરડવાથી બચવું. સાવચેતીના ભાગરૂપે યોગ્ય કપડા પહેરવા અને અંદર અને બહાર મચ્છરોને નિયંત્રણમાં રાખા માટે મચ્છરોને પાણીની નજીક ઇંડા આપતા રોકવા. ઉષ્ણકટિબંધીય વિસ્તારમમાં મચ્છરના પ્રજનન માટે યોગ્ય તાપમાન મળી રહે છે. મચ્છરના કરડવાથી બચવા માટે મચ્છરદાનીનો ઉપયોગ કરી શકાય છે.