Zika Virus Case: વરસાદથી શરુઆત થતાં જ મચ્છરોથી ફેલાતા રોગોએ દસ્તક આપી છે. ડેન્ગ્યુ અને મલેરિયા સહિત હવે ઝિકા વાયરસ પણ ફેલાઈ રહ્યો છે. મહારાષ્ટ્રના પાલઘરમાં સાત વર્ષની બાળકી ઝિકા વાયરસથી સંક્રમિત થઈ છે. આરોગ્ય વિભાગે જણાવ્યું કે, બાળકી પાલઘર જિલ્લાના ઝાઈ સ્થિત આશ્રમશાળાની રહેવાસી છે. માહિતી અનુસાર, આ પહેલા વર્ષ 2021માં પુણેમાં ઝિકા વાયરસનો પહેલો કેસ જોવા મળ્યો હતો.


આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે, "ઝાઈ ખાતેની આશ્રમશાળામાં 7 વર્ષની બાળકી ઝીકા વાયરસથી સંક્રમિત મળી આવી હતી. અગાઉ, જુલાઇ 2021માં પૂણેમાં પ્રથમ દર્દી મળી આવ્યો હતો. હાલ સર્વેલન્સ, વેક્ટર એમજીએમટી, સારવાર અને નિયંત્રણ કરવાના પગલાં લેવામાં આવી રહ્યા છે.






ઝિકા વાયરસના લક્ષણોઃ



  1. તાવ

  2. સાંધાનો દુખાવો

  3. માથાનો દુખાવો

  4. ત્વચા પર ફોલ્લીઓ

  5. સ્નાયુમાં દુખાવો

  6. ઉલટી થવી


વગેરે જેવા લક્ષણો જોવા મળે છે. નોંધનીય છે કે, વરસાદની ઋતુમાં મચ્છરજન્ય રોગોનું જોખમ વધી જાય છે. ઝિકા વાયરસ પણ મચ્છરો દ્વારા ફેલાતો ખતરનાક રોગ છે. આ ચેપ મચ્છરના કરડવાથી ફેલાય છે. તે એડીસ મચ્છરના કરડવાથી ફેલાય છે. ઝીકા વાયરસથી સંક્રમિત વ્યક્તિને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થવું પડે છે.


આ પણ વાંચોઃ


Gujarat Corona: રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો, છેલ્લા 24 કલાકમાં આ શહેરમાં નોંધાયા સૌથી વધુ નવા કેસ