Indian Coast Guard Day: આજે ભારતીય કોસ્ટ ગાર્ડ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશની દરિયાઈ સરહદોની સુરક્ષાથી લઈને દરિયામાં રાહત અને બચાવ કામગીરી સુધીની તમામ જવાબદારી દેશના કોસ્ટ ગાર્ડ સંભાળે છે.
ભારતીય કોસ્ટ ગાર્ડ દિવસ દર વર્ષે 1 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. આ વર્ષે ભારત 46મો ભારતીય કોસ્ટ ગાર્ડ દિવસ ઉજવી રહ્યું છે. દેશની દરિયાઈ સરહદોની સુરક્ષાથી લઈને દરિયામાં રાહત અને બચાવ કામગીરી સુધીની જવાબદારી દેશના કોસ્ટ ગાર્ડ સંભાળે છે. ભારતીય કોસ્ટ ગાર્ડ સંરક્ષણ મંત્રાલય હેઠળ કાર્ય કરે છે. ભારતીય કોસ્ટ ગાર્ડની સ્થાપના 18 ઓગસ્ટ 1978ના રોજ કોસ્ટ ગાર્ડ એક્ટ, 1978 દ્વારા સંસદના સ્વતંત્ર સશસ્ત્ર દળ તરીકે કરવામાં આવી હતી. PM મોદીએ પણ ટ્વીટ કરીને આ ખાસ દિવસની શુભેચ્છા પાઠવી છે. ચાલો જાણીએ આ ખાસ દિન પર ભારતીય કોસ્ટ ગાર્ડ વિશેની મુખ્ય અને રસપ્રદ માહિતી…
ઇન્ડિયન કોસ્ટ ગાર્ડનું ધ્યેન અને દાયિત્વ
ભારતીય તટ રક્ષક દિવસનું સૂત્ર "વ્યમ રક્ષમ:" છે. તેનો અર્થ થાય છે 'અમે રક્ષા કરીએ છીએ'. તેમની મુખ્ય ફરજોમાં કૃત્રિમ દ્રીપો અને અપ તટીય સ્ટેશનોનું રક્ષણ કરવાની છે. માછીમારોને રક્ષણ અને સહાય, દરિયાઈ પર્યાવરણનું રક્ષણ અને સંરક્ષણ, દાણચોરી વિરોધી કામગીરીમાં અને અન્ય સત્તાવાળાઓને સહાય, દરિયાઈ કાયદાનો અમલ, અને વૈજ્ઞાનિક ડેટા અને માહિતીનો સંગ્રહ શામેલ છે. યુદ્ધ દરમિયાન નૌકાદળની મદદ કરવી વગેરે કામગીરી સામેલ છે.
શું છે ઇતિહાસ
ભારતીય તટ રક્ષકની સ્થાપના 1 ફેબ્રુઆરી, 1977ના રોજ કરવામાં આવી હતી, ભારતીય કોસ્ટ ગાર્ડ દિવસની જાહેરાત 18 ઓગસ્ટ 1978 ના રોજ ભારતીય સંસદ દ્વારા કરવામાં આવી હતી. કોસ્ટ ગાર્ડ ભારતની સ્થાનિક અર્થવ્યવસ્થાને અવરોધે તેવા માલની દરિયાઈ દાણચોરીને રોકવામાં આવે. શરૂઆતથી, ભારતીય કોસ્ટ ગાર્ડે 10,000 થી વધુ લોકોના જીવ બચાવ્યા છે અને લગભગ 14,000 ગુનેગારોની ધરપકડ કરી છે. ભારતીય કોસ્ટ ગાર્ડનું નેતૃત્વ મહાનિર્દેશક દ્વારા કરવામાં આવે છે, જેઓ નવી દિલ્હી મુખ્યાલયમાં સ્થિત છે. જણાવી દઈએ કે વર્તમાન મહાનિર્દેશક વીરેન્દ્ર સિંહ પઠાનિયા છે.
ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ સંગઠન
ભારતીય કોસ્ટ ગાર્ડનું મુખ્યાલય નવી દિલ્હીમાં આવેલું છે. તે પાંચ પ્રદેશોમાં વહેંચાયેલું છે, જે નીચે મુજબ છે: પશ્ચિમ ક્ષેત્ર - પ્રાદેશિક મુખ્ય મથક: મુંબઈ, પૂર્વીય ક્ષેત્ર - પ્રાદેશિક મુખ્ય મથક: ચેન્નાઈ, ઉત્તર પૂર્વીય ક્ષેત્ર - પ્રાદેશિક મુખ્ય મથક: કોલકાતા, આંદામાન અને નિકોબાર પ્રદેશ - પ્રાદેશિક મુખ્ય મથક: પોર્ટ બ્લેર ઉત્તર પશ્ચિમ ક્ષેત્ર = પ્રાદેશિક મુખ્ય મથક: ગાંધીનગર, ગુજરાત.