ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) એ લોકો માટે એક સરસ પ્લેટફોર્મ તૈયાર કર્યું છે, જેઓ પ્રવાસના શોખિન છે. IRCTC અવારનવાર નવા પેકેજ લાવે છે અને દેશના વિવિધ સ્થળોની ટૂર કરે છે. ખાસ વાત એ છે કે આમાં વધારે પૈસા ખર્ચવા પડતા નથી અને લોકો આરામથી ફરવા અને નવી જગ્યાઓ જોવા જાણવાની મોજ માણી શકે છે. જો તમે પણ ફરવાના શોખીન છો, તો તમારે IRCTCના પેકેજનો અવશ્ય લાભ લેવો જોઈએ. IRCTC રામાયણ યાત્રા નામે નવું પેકેજ લાવી રહી છે.આ પેકેજમાં ભગવાન શ્રીરામ સાથે સંબંધિત સ્થળોની મુલાકાત લેવાની તક મળશે. જો તમે પણ ધાર્મિક સ્થળોની મુલાકાત લેવા ઈચ્છો છો, તો તમે IRCTCના આ ખાસ પેકેજનો લાભ લઈ શકો છો. આ યાત્રા 25 નવેમ્બર 2021થી શરૂ થશે. આવો જાણીએ આ ખાસ પેકેજ વિશે..
IRCTCનું આ ખાસ પેકેજ કુલ 17 દિવસનું છે. તે ભારતીય રેલ્વેની 'દેખો અપના દેશ' ડીલક્સ એસી ટ્રેન દ્વારા સંચાલિત છે. આ પેકેજ લેવા માટે મુસાફરોએ 16,065 રૂપિયા ખર્ચવા પડશે. 2AC માટે 82,950 રૂપિયા પ્રતિ વ્યક્તિ અને 1AC શ્રેણી માટે 1,02,095 રૂપિયાની કિંમત પર આ સ્પેશિયલ ટૂરિસ્ટ ટ્રેનને લોન્ચ કરી છે.
આ 17 દિવસના પેકેજમાં પ્રવાસીઓ અયોધ્યા તેમજ વારાણસી, અલ્હાબાદ, જનકપુર, સીતામઢી, ચિત્રકૂટ, નાસિક, હમ્પી, કાંચીપુરમ અને રામેશ્વરમ જેવા ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ શકશે. આ યાત્રા શ્રીગંગાનગર રેલવે સ્ટેશનથી શરૂ થશે અને ત્યાં જ સમાપ્ત થશે.
યાત્રા માટે બુકિંગ કેવી કરશો?
બુકિગ માટે IRCTCની અધિકૃત વેબસાઇટ https://www.irctctourism.com પર જઈને આ ટ્રેનની ટિકિટ ઓનલાઈન બુક કરી શકો છો. એ માટે મર્યાદિત સંખ્યામાં સીટ છે અને જેઓ પહેલાં બુકિંગ કરશે તેમને સીટ મળશે. વધુ માહિતી માટે 8287930202, 8287930299 અને 8287930157 મોબાઈલ નંબર પર પણ સંપર્ક કરી શકાશે.