Aryan Khan Drug Case:નાર્કોટિસ્ક કંટ્રોલ બ્યુરો (એનસીબી) દ્વારા મુંબઈ ડ્રગ્સ ક્રુજ કેસમાં નવો ખુલાસો થયો છે. આ કેસમાં સાક્ષી વિજય પગારેનું એક નિવેદન સામે આવ્યું છે, તેણે દાવો કર્યો છે કે ડ્રગ્સ ક્રુજ કેસમાં અભિનેતા શારુખ ખાનના બેટે આર્યનને ફંસાવવામાં આવ્યો છે.
વિજય પગારે ને ન્યુઝ એએનઆઈ સાથે વાતચીત કરતા કહ્યું કે, 'મેં સુનીલ પાટીલને 2018-19માં કોઈ કામ માટે પૈસા આપ્યા અને છેલ્લા 6 મહિનાથી હુંએ પૈસા પરત લેવા માટે તેનો પીછો કરું રહ્યો છું. . આ વર્ષે સપ્ટેમ્બરમાં, અમે એક હોટેલના રૂમમાં મળ્યા હતા. તે સમયે સુનીલ પાટીલ ને ભાનુશાલીએ કહ્યું કે એક મોટો ખેલ છે. તેના પછી 3 ઓક્ટોબરને મારી અને ભાનુશાલીની મુલાકાત થઇ હતી. ત્યારે તેને મને પૈસા લેવા માટે સાથે જવા કહ્યું હતું.
[tw]
[/tw]
ઉપરાંત વિજય પગારે કહ્યું કે, ‘જ્યારે હું તેની કારમાં હતો. ત્યારે તેમણે મને કહ્યું હતું કે, 25 કરોડનો સોદો નક્કી થયો છે પરંતુ 18 કરોડ અને 50 લાખમાં વાત પાકી થઇ ગઇ છે. ત્યારબાદ અમે એનસીબી કાર્યાલય પહોંચ્યાં, જ્યાં મેં સમગ્ર માહોલ જોયો, જયારે હું ફરી હોટેલ પહોંચ્યો તો ટીવી પર મેં સમાચાર જોયા કે શાહરૂખના દીકરા આર્યન ખાનની ધરપકડ થઇ ગઇ છે. આ સમયે મને સમજાયું કે, બહુ મોટી ગરબડ થઇ છે અને આર્યન ખાનને ફસાવવામાં આવ્યો છે.
આ પહેલા વિજય પગારેએ એક ન્યુઝ ચેનલ સાથે વાત કરતાં કહ્યું હતું કે, ‘છાપેમારીની કામગીરી પૂર્વ નિયોજિત હતી’. વિજય પગારે 4 નવેમ્બરે મુંબઈ પોલીસની વિશેષ તપાસ ટીમ એસઆઇટીમાં પોતાનું નિવેદન નોંઘાવ્યું હતું. તેમણે દાવો કર્યો કે 2 ઓક્ટોબરના ક્રુજ શિપ પર છાપેમારી પૂર્વ નિયોજિત થી અને બૉલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનને ફસાવવામાં આવ્યો છે.
2 ઓક્ટોબર થયેલી રેડ બાદ ત્રણ ઓક્ટોબરે આર્યનની ધરપકડ થઇ હતી. ત્રણ સપ્તાહ બાદ તેને જામીન મળ્યાં હતા. આ પહેલા એક બીજા સ્વતંત્ર સાક્ષી પ્રભાકર સેલે પણ આરોપ લગાવ્યો હતો કે, એનસીબીના કેટલાક અધિકારીઓએ આર્યન ખાનને છોડવા માટે વસૂલીની કોશિશ કરી હતી. જો કે એનસીબી હાલ આ આરોપીની તપાસ કરી રહી છે.
ઉલ્લેખનિય છે કે, ડ્રગ્સ કેસમાં નામ સામે આવ્યા બાદ આર્યન ખાને મુંબઇની આર્થર રોજ જેલમાં 28 દિવસ વિતાવ્યાં હતા. આર્યન ખાન ત્રણ ઓક્ટોબરે મુંબઇથી ગોવા જતાં હતા. મુંબઈથી ગોવા જઈ રહેલા ક્રૂઝ શિપમાં ડ્રગ્સ પાર્ટીના સંબંધમાં એનસીબી દ્વારા દરોડા પાડવામાં આવ્યા બાદ આર્યન ખાનની 3 ઓક્ટોબરે ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં આર્યનની જામીન અરજી ચાર વખત ફગાવી દેવામાં આવી હતી, ત્યારબાદ આર્યન ખાને બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી, જ્યાંથી તેને આખરે જામીન મળી ગયા હતા.