ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં આજે બિઝનેસ-20ની સ્થાપના બેઠક યોજાઈ રહી છે. બિઝનેસ-20 એ G-20 જૂથના વર્તમાન અધ્યક્ષ તરીકે ભારતમાં નિર્ધારિત કાર્યક્રમોનો એક ભાગ છે. મીટિંગમાં નીતિ ભલામણો તૈયાર કરવામાં આવશે, જે ટોચના નેતૃત્વની બેઠક પહેલા G-20ને સબમિટ કરવામાં આવશે. જી-20ને લગતી પંદર ઈવેન્ટ્સ ગુજરાતમાં યોજાવાની છે અને આજની બિઝનેસ-20 મીટિંગ આ શ્રેણીની પ્રથમ ઈવેન્ટ છે. આવતીકાલે બેઠકનું ઔપચારિક ઉદ્દઘાટન થશે. આ પ્રસંગે કેટલાક કેન્દ્રીય મંત્રીઓ હાજર રહેશે. આ બેઠકમાં જી-20 દેશોના 150 થી વધુ પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે.



PM મોદી નાં નેતૃત્વમાં આ કાર્યક્રમ આપણે કરી રહ્યા છે, જે અતર્ગત ભારત 5 મુખ્ય થીમ પર  કામ કરી રહ્યું છે, સ્ટાર્ટ અપ 20 એગેજમેન્ટ ગ્રુપ શરૂ કરવામાં આવનાર છે, કુલ 200 થી વધુ બેઠકો દેશમાં મળશે, ગુજરાતમાં કુલ 15 બેઠક મળશે.આજથી પ્રથમ બેઠકની શરૂઆત થઈ ચૂકી છે. આજે  600થી વધુ ડેલિગેટ બિઝનેસ લાગતા વિષયો માટે બેઠક થઇ રહી છે. 23 તારીખે પિયુષ ગોયલ, અશ્વિની વૈષ્ણવ, અમિતાભ કાંત, અને CM નાં હસ્તે પ્રારંભ કરાવશે.આજે તમામ ડેલિગેટ માટે ભોજન નું આયોજન કરવામાં આવ્યું છે.દાંડી કુટીર સહિત વિવિધ જગ્યા એ વિઝિટ કરાવવામાં આવશે


Morbi: મોરબી દુર્ઘટનામાં ઓરેવા ગ્રુપના જયસુખ પટેલની વધી મુશ્કેલી, ધરપકડ વોરન્ટ ઈસ્યુ


મોરબીઃ મોરબી દૂર્ઘટનાને લઈ ઓરેવા ગ્રુપના MD જયસુખ પટેલની મુશ્કેલી વધી છે. ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલ સામે ધરપકડ વોરન્ટ ઇસ્યૂ કરવામા આવ્યું છે. દુર્ઘટના બાદ એકપણ વખત જયસુખ પટેલ જાહેરમાં આવ્યા નથી.  આજે જામીન અરજી પર સુનાવણી માં મુદત પડી હતી.


જો કે આજે જયસુખ પટેલે કરેલી આગોતરા જામીન અરજી પર મુદત પડી હતી.  પહેલી ફેબ્રુઆરીએ જામીન અરજી અંગે સુનાવણી હાથ ધરાશે. સુનાવણી સમયે સરકાર પક્ષ અને જયસુખ પટેલના વકીલની ગેરહાજરી વચ્ચે પોલીસે મુદત માંગવાની સાથે પીડિત પરિવારોએ પણ વાંધા અરજી કરતા હવે પહેલી ફેબ્રુઆરીએ સુનાવણી હાથ ધરાશે.


Student Missing case: અમદાવાદ સ્કૂલથી ગૂમ થયેલા બાળકે કર્યો ચોંકાવનારો ખુલાસો, પોલીસે દાવા નકાર્યાં


અમદાવાદની ઠક્કરબાપા નગર વિસ્તારની રઘુવીર વિધાવિહાર સ્કૂલમાંથી નાસી ગયેલા વિદ્યાર્થીએ પોલીસ સમક્ષ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. જો કે પોલીસ વિદ્યાર્થીના નિવેદનને વિશ્વનિય નથી ઠેરવી રહી.


21 જાન્યુઆરીએ  અમદાવાદની ઠક્કરનગર રઘુવીર વિધાવિહાર સ્કૂલમાં 9માં ધોરણમાં  અભ્યાસ કરતો વિદ્યાર્થી સ્કૂલથી ગૂમ થઇ ગયો હતો. આ વિદ્યાર્થી બાળક ગત રાત્રે 1 વાગ્યે  અમદાવાદના કાળુપુર રેલવેસ્ટેશનના પ્લેટફોર્મ પરથી મળી આવ્યું છે.પોલીસે વિદ્યાર્થીની  પૂછપરછ કરતા  વિદ્યાર્થીએ કેટલાક ચોંકાવનાર ખુલાસ પણ કર્યાં હતા.


વિદ્યાર્થીએ શું કર્યો દાવો


 વિદ્યાર્થીએ જણાવ્યું કે, એક ભિક્ષુક તેને શાળામાંથી ઇશારા કરીને બોલાવતો હતો તે શાળાની બહાર જતાં આ ભિક્ષુક તેને ભિક્ષુક તેને કૃષ્ણ નગર Amts બસ સ્ટેન્ડ માં લઇ ગયો હતો. ત્યાંથી તેને રેલવે સ્ટેશન લઈ ગયો હતાં, અહીં ભિક્ષુકે ખાવાનું આપ્યું હતું અને ભિક્ષુકે પરિવાર વિશે પણ પુછપરછ કરી હતી. ભિક્ષુક તેને ઉદેપુર લઇ જવાનો હોવાનો પણ દાવો કર્યો હતો.


પોલીસે દાવા નકાર્યો


મીડિયાએ જ્યારે આ સમગ્ર મામલે પોલીસ સાથે વાત કરી તો પોલીસે જણાવ્યું હતું કે, સ્કૂલમાં કોઇ પ્રોજેક્ટ કે સ્વાસ્થ્યપોથી તૈયાર કરીને ન આવ્યો હોવાથી શાળામાંથી ઠપકો મળ્યો હતો બાદ તે શાળાથી નાસી ગયો હતો. પોલીસે ભિક્ષુક લઇ ગયો હોવાની વાતને નકારતા કહ્યું કે, શાળાથી માંડીને બસ સ્ટોપ અને રેલવે સ્ટેશન સુધીના તમામ સીસીટીવી ફૂટેજમાં બાળક એકલો જ દેખાય છે.