દિલ્હીથી પટનાની ઈન્ડિગો ફ્લાઈટ 6E-6383માં આવી રહેલા ત્રણ યુવકોએ હંગામો કર્યો હતો. પ્રથમ મુસાફરો સાથે માથાકૂટ કરી હતી ત્યારબાદ જ્યારે એર હોસ્ટેસ આ ઝગડો શાંત કરાવવા ગઈ તો તેની સાથે પણ ગેરવર્તન કર્યું હતું. જ્યારે આ સમગ્ર બાબતની જાન વિમાનના કેપ્ટનને થઇ તો તે પણ તેના ઉકેલ માટે ગયો હતો પરંતુ નશાખોરોએ તેની સાથે પણ મારપીટ પણ કરી હતી.


ઈન્ડિગોની દિલ્હીથી પટનાની ફ્લાઈટમાં આવી રહેલા ત્રણ યુવકોએ ભારે હોબાળો કર્યો હતો. તેઓને પહેલા તો વિમાનના બીજા મુસાફરો સાથે ઝગડો કર્યો હતો. જ્યારે એર હોસ્ટેસ આ ઝગડો બંધ કરાવવા વચ્ચે ગઈ તો આ યુવકોએ તેની સાથે ગેરવર્તન કર્યું. આ ઘટનાની જાણ જ્યારે કેપ્ટનને થઇ તો તે પોતાના કર્મચારી અને મુસાફરોની સુરક્ષા માટે આગળ ગયો પરંતુ  આ અસામાજિક તત્વોએ તેની સાથે મારપીટ કરી હતી. આ ઘટના ઈન્ડિગોની ફ્લાઈટ 6E-6383માં બની હતી. આ ગુંડાગીરી કરતી  લોકોના નામ રોહિત કુમાર, નીતિન કુમાર અને પિન્ટુ કુમાર છે, તેઓ પોતાને રાજકીય પક્ષના અને રાષ્ટ્રીય અધ્યક્ષના ખાસ લોકો તરીકે દેખાડી રહ્યા હતા.


CISF સુધી માહિતી પહોંચી ન હતી, એક ફરાર


એક રાજકીય પક્ષના નેતા અને રાષ્ટ્રીય અધ્યક્ષ હોવાનો દાવો કરતા રોહિત કુમાર અને નીતિન કુમારને સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF)એ પટના એરપોર્ટ પરથી પકડીને એરપોર્ટ પોલીસ સ્ટેશનને હવાલે કર્યા હતા, જ્યારે પિન્ટુ કુમાર ગભરાટના કરણે નાસી છૂટ્યો હતો. એરપોર્ટના CISF કમાન્ડન્ટ એ. ના. ઝાએ જણાવ્યું કે, રવિવારે રાત્રે ફ્લાઈટમાં હંગામો મચાવનારા પેસેન્જરોની માહિતી મળી ત્યાં સુધીમાં પેસેન્જરોએ ત્યાંથી જવાનું શરૂ કરી દીધું હતું. જો એરલાઇન દ્વારા ગ્રાઉન્ડ સ્ટાફને કહેવામાં આવ્યું હોત કે તેઓ ત્રણ મુસાફરો છે, તો પિન્ટુ કુમાર ભાગી ન શક્યા હોત. અમે દરેક પેસેન્જરને રોકી શક્યા નહીં, તેનાથી અરાજકતા સર્જાઈ શકે છે. એરલાઇન્સ દ્વારા ચિહ્નિત કરાયેલા બેને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા અને બિહાર પોલીસને સોંપવામાં આવ્યા હતા.


બિહારમાં દારૂના નશામાં આવવું એ પણ ગુનો છે:


બિહારમાં સંપૂર્ણ દારૂબંધી લાગુ કરવામાં આવી હોવાથી, અન્ય રાજ્યોના એરપોર્ટ અને રેલ્વે સ્ટેશનો પર બિહાર જતા મુસાફરોને ચેતવણી આપવામાં આવે છે કે દારૂના નશામાં બિહાર જવાથી જેલ થઈ શકે છે. વિમાનમાં મુસાફરી કરી રહેલા ત્રણેય યાત્રીઓ બિહારી છે અને પોતાને રાજનેતાની નજીક ગણાવે છે એટલે કે તેઓ બિહારના નિયમોથી સંપૂર્ણ વાકેફ હશે. આ હોવા છતાં, ત્રણેય દારૂ પીને પટનાની ફ્લાઈટમાં આવ્યા એટલું જ નહીં, પરંતુ પોતાને રાજકારણીની નજીક હોવાનો દાવો કરીને પીધેલી હાલતમાં છેડતી, ગેરવર્તન અને મારપીટ કરવા લાગ્યા.