Heart Attack During Gym Workout: આખા દેશમાં અચાનક થતાં  મૃત્યુના વીડિયો સતત સામે આવી રહ્યા છે. મૃતકની છાતીમાં અચાનક દુ:ખાવો ઉપડ્યો, ત્યારબાદ તે હાંફી ગયો અને થોડીવારમાં નીચે પડ્યો.


દેશભરમાં હાર્ટ એટેકના કારણે મોતનો આંકડો સતત વધી રહ્યો છે. ઈન્દોરના એક જીમમાં વર્કઆઉટ કરતી વખતે એક હોટલ બિઝનેસમેનને હાર્ટ એટેક આવ્યો અને સેકન્ડોમાં જ તેનું મોત થઈ ગયું. છેલ્લા કેટલાક મહિનાઓથી અચાનક મૃત્યુના ઘણા કિસ્સા સામે આવી રહ્યા છે. આ જ એપિસોડમાં વધુ એક આકસ્મિક મૃત્યુનો કેસ ઉમેરાયો હતો.


ઈન્દોરના એક જીમમાં એક બિઝનેસ મેન  વર્કઆઉટ કરવા ગયો હતો અને અચાનક તેને છાતીમાં દુખાવો થવા લાગ્યો. આ પછી, તે થોડી જ સેકન્ડોમાં હાંફતાં-ફાંફળાં  જેકેટ ઉતારવા લાગ્યો પરંતુ તે ઢળી પડ્યો અને ક્ષણવારમાં તેનું મોત થઇ ગયું. આ ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ છે. જેનો વીડિયો પણ સામે આવ્યો છે.


અચાનક નીચે પડી ગયા અને મૃત્યુ પામ્યા


બીજી તરફ, ગોલ્ડ જીમના ટ્રેનર નીતિન ચપરવાલના જણાવ્યા અનુસાર, હોટેલ બિઝનેસમેન પ્રકાશ રઘુવંશી ગુરુવારે ઈન્દોરના લાસુડિયા વિસ્તારમાં સ્થિત ગોલ્ડન જીમમાં રોજની જેમ કસરત કરવા આવ્યા હતા. આ દરમિયાન તેને અસહજ મહેસૂસ થતાં તે જેકેટ ઉતારવા લાગ્યા પરંતુ આ દરમિયાન જ તે  બેભાન થઈને ઢળી પડ્યાં. બાદ તેને નજીકની ભંડારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા પરંતુ ડોક્ટરે હોટલ બિઝનેસમેનને મૃત જાહેર કર્યો.


બીજી તરફ ભંડારી હોસ્પિટલના ડો. હરીશ સોનીએ જણાવ્યું કે, જિમમાં હાર્ટ અટેકના કિસ્સા વધી રહ્યા છે આ સ્થિતિમાં તબીબે સલાહ આપતા જણાવ્યું કે,  જ્યારે પણ તમે જીમમાં જાવ ત્યારે પહેલા તમારું મેડિકલ ચેકઅપ કરાવો કે તે જીમમાં વર્કઆઉટ કરવા માટે ફિટ છો કે નહીં. તેમજ સમયાંતરે રૂટિન ચેક-અપ પણ કરાવવું જોઈએ, તે પછી જ જો તમે ફિટ હોવ તો જિમમાં જાઓ.






તબીબની સલાહ


ડો.હરીશ સોનીએ જણાવ્યું કે, જીમમાં જનારાઓએ પાણીનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ક્યારેય વધારે પડતી કસરત ન કરો અને ડૉક્ટરની સલાહ વિના બજારોમાં મળતા હેલ્થ પ્રોટીનનો ઉપયોગ ન કરો. જેઓ જીમમાં જઈને નિયમિત કસરત કરે છે તેઓએ દર ત્રણ મહિને નિયમિત ચેકઅપ કરાવતા રહેવું જોઈએ, શું આટલી કસરત કરવી યોગ્ય છે કે નહીં. કારણ કે આપણે જાણતા નથી કે આપણું હૃદય કેવી રીતે કામ કરે છે. ખબર નથી કે આપણે જે કસરત કરીએ છીએ તે આપણા હૃદય પ્રમાણે છે કે નહીં. આ જ કારણ છે કે સામાન્ય લોકો જીમ કરતી વખતે તેમનું મેડિકલ હેલ્થ ચેકઅપ કરાવતા નથી અને આ રીતે હાર્ટ સંબંધિત વર્કઆઉટ દરમિયાન અચાનક મૃત્યુ થઇ જાય  છે.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.