Hockey World Cup 2023: ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે (Naveen Patnaik) હૉકી વર્લ્ડકપ 2023 (Hockey World Cup 2023) ને લઇને એક મોટુ એલાન કર્યુ છે. તેમને ભારતીય હૉકી ટીમને પ્રોત્સાહન આપવા માટે એક મોટા ઇનામની જાહેરાત કરી છે. 2023ના એફઆઇએચ વર્લ્ડકપ પહેલા તેમને એલાન કરતાં કહ્યું કે, જો આ વખતે ભારતીય હૉકી ટીમ હૉકી વર્લ્ડકપ 2023 જીતે છે, તો ટીમના પ્રત્યેક ખેલાડીને 1 કરોડ રૂપિયા ઇનામ તરીકે આપવામાં આવશે. નવીન પટનાયકે રાઉરકેલામાં બિરસા મુન્ડા હૉકી સ્ટેડિયમ પરિસરમાં વિશ્વ કપ ગામનું ઉદઘાટન કરતા આ જાહેરાત કરી છે. 


રેકોર્ડ સમયમાં તૈયાર થયુ વિશ્વ કપ ગામ - 
આ વર્લ્ડકપ વિલેજને રેકોર્ડ નવ મહિનાની અંદર જ  બનાવવામાં આવ્યુ છે, આમાં હૉકી વર્લ્ડકપના કદ અનુરૂપ તમામ સુવિધાઠઓની સાથે 225 રૂમ છે, વર્લ્ડકપ વિલેજ આગામી હૉકી વર્લ્ડકપની ટીમો અને અધિકારીઓનું ઘર હશે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ વિશ્વ કપ ગામમાં સમાયોજિત રાષ્ટ્રીય પુરુષ હૉકી ટીમ સાથે વાતચીત કરી. ખેલાડીઓએ ઓડિશા સરકારની પ્રસંશા કરી અને દેશના ખેલાડીઓ માટે હૉકી માટે એક પારિસ્થિતિક તંત્ર બનાવવા માટે તેમનો અભાર વ્યક્ત કર્યો હતો.  


સતત બીજી વાર ભારતમાં રમાવવા જઇ રહ્યો છે હૉકી વર્લ્ડકપ -  
આ વર્ષે સતત બીજીવાર ભારતમાં હૉકી વર્લ્ડકપ રમાશે. આ વર્લ્ડકપ 15મી એડિશન હશે. આ વખતે આખો વર્લ્ડકપમાં ઓડિશાના બે સ્ટેડિયમમાં રમાશે. આમાં ભુવનેશ્વરનું કલિંગ સ્ટેડિયમ અને રાઉરકેલાનું બિરસા મુન્ડા આંતરરાષ્ટ્રીય હૉકી સ્ટેડિયમ સામેલ છે. 


ઉલ્લેખનીય છે કે, આ વખતે હૉકી વર્લ્ડકપ 2023 આગામી 13 જાન્યુઆરીથી 29 જાન્યુઆરી સુધી રમાશે, આમાં કુલ 16 ટીમો ભાગ લેશે. ખાસ વાત છે કે, હૉકી વર્લ્ડકપ દર ચાર વર્ષે એકવાર રમાય છે, આની પહેલી એડિશન આજથી 51 વર્ષ પહેલા 1971 માં રમાઇ હતી. 


Hockey WC 2023 Tickets: ક્યારે, કઇ રીતે ને કેટલામાં લઇ શકો છો હૉકી વર્લ્ડકપ મેચોની ટિકીટ ?


Hockey WC 2023 Tickets: FIH હૉકી પુરુષ વર્લ્ડકપ 2023 ની શરૂઆત 13 જાન્યુઆરી, 2023 થી ભુવનેશ્વરમાં થવાની છે, જે આ ટૂર્નામેન્ટની 15મી એડિશન હશે. 2018ની જેમ આ રીતે પણ ટૂર્નામેન્ટમાં કુલ 16 ટીમો ભાગ લેવાની છે. ભારત, બેલ્જિયમ, ઇંગ્લેન્ડ, જર્મની, નેધરલેન્ડ્સ, સ્પેન, ફ્રાન્સ, વેલ્શ, દક્ષિણ આફ્રિકા, આર્જેન્ટિના, ચિલી, જાપાન, મલેશિયા, સાઉથ કોરિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની ટીમો ટૂર્નામેન્ટમાં રમતી દેખાશે. જાણો આ ટૂર્નામેન્ટની ટિકીટો ક્યારે, ક્યાંથી, કેવી રીતે ખરીદી શકાશે.... 


Paytm Insider પર ખરીદી શકો છો ટિકીટ - 
ટિકીટ ખરીદવા માટે paytm insiderની વેબસાઇટ પર જવુ પડશે, જ્યાં તમારે મનપસંદ સ્ટેન્ડ પસંદ કરવુ પડશે, ભારતની મેચો માટે વેસ્ટ સ્ટેન્ડની ટિકીટ સૌથી મોંઘી 500 રૂપિયા હશે, ઇસ્ટ સ્ટેન્ડ 400 અને નૉર્થ સ્ટેન્ડની ટિકીટ 200 રૂપિયામાં મળશે. ભારત ઉપરાંત અન્ય ટીમોની મેચોની ટિકીટ માટે વેસ્ટ સ્ટેન્ડની ટિકીટ 500 રૂપિયામાં જ રહેશે, ઇસ્ટ સ્ટેન્ડ 200 તો વળી, અન્ય બે સ્ટેન્ડની ટિકીટ 100-100 રૂપિયામાં ઉપલબ્ધ થશે. 


કઇ રીતે ખરીદી શકાશે ટિકીટ ?
ટિકીટ ખરીદવા માટે paytm insiderમાં સ્ટેન્ડ સિલેક્ટ કર્યા બાદ ઓકે કરવુ પડશે, અને પછી ટિકીટોની સંખ્યા સિલેક્ટ કરવી પડશે. આગળ જવા પર તમારી ઉંમર અને લિંગનો પરિચય નાંખવો પડશે, આટલુ કર્યા બાદ તમને પેમેન્ટનો ઓપ્શન દેખાશે, જ્યાંથી તમે પેમેન્ટ કરીને તમારી ટિકટી બુક કરાવી શકો છો. એક વ્યક્તિ મેક્સિમમ બે ટિકીટ જ ખરીદી શકશે, અને મેચ પહેલા સ્ટેડિયમની બહાર બૉક્સ ઓફિસમાથી ફિઝિકલ ટિકીટ હાસંલ કરવી અનિવાર્ય રહેશે. જો તમે ગૃપમાં બેસવા માંગો છો, તો હાલમાં ટિકીટ લેતા સમયે સીટોને એકઠી કરવા માટે કહી શકો છો.