International Dance Day 2023: શારીરિક અને માનસિક વિકાસ માટે નૃત્ય ખૂબ જ ફાયદાકારક છે. તે આપણા મૂડને સુધારવામાં મદદ કરે છે. ડોકટરો પણ તેની સલાહ આપે છે.
નૃત્યની શરૂઆત ક્યારથી થઇ?
એવું કહેવાય છે કે 2000 વર્ષ પહેલા ત્રેતાયુગમાં દેવતાઓની વિનંતી પર બ્રહ્માજીએ નૃત્યવેદ તૈયાર કર્યો હતો, ત્યારથી જ વિશ્વમાં નૃત્યની ઉત્પત્તિ માનવામાં આવે છે. આ નૃત્યવેદમાં સામવેદ, અથર્વવેદ, યજુર્વેદ અને ઋગ્વેદની ઘણી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જ્યારે નૃત્યવેદની રચના પૂર્ણ થઈ ત્યારે ભરતમુનિના સો પુત્રો દ્વારા નૃત્યની પ્રેક્ટિસ કરવામાં આવી હતી. આ વર્ષે ‘નૃત્ય –દુનિયાની સાથે સંવાદ કરવાની રીત’ આ થીમ પર વર્લ્ડ ડાન્સ ડેની ઉજણવી થઇ રહી છે.
આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસો ઇતિહાસ
યુનેસ્કોની ઈન્ટરનેશનલ થિયેટર ઈન્સ્ટિટ્યૂટની ઈન્ટરનેશનલ ડાન્સ કમિટીએ 29 એપ્રિલ 1982ના રોજ મહાન નૃત્યાંગના જીન-જ્યોર્જ નાવારેના જન્મદિવસે આ દિવસની ઉજવણી કરવાની જાહેરાત કરી હતી. ત્યારથી દર વર્ષે આ દિવસ સમગ્ર વિશ્વમાં ડાન્સ ડે ધામધૂમથી ઉજવવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, નવેરા એક ફ્રેન્ચ બેલે ડાન્સર હતી જેણે 'લેટર્સ ઓન ધ ડાન્સ' નામથી ડાન્સ પર એક પુસ્તક લખ્યું હતું જેમાં ડાન્સ આર્ટ સાથે જોડાયેલી દરેક સ્ટેપને ખૂબજ ઝીણવટ પૂર્વક ઉલ્લેખવામાં આવ્યાં છે. આ વાંચીને કોઈપણ ડાન્સ શીખી શકે છે.
ભારતના પ્રમુખ નૃત્યો
કથકલી નૃત્ય 17મી સદીમાં કેરળ રાજ્યમાંથી આવ્યું હતું. આ નૃત્યમાં આકર્ષક વેશભૂષા, હાવભાવ અને શારીરિક થિરકનથી પૂર્ણ વાર્તા બતાવવામાં આવી છે. આ ડાન્સમાં કલાકારનો મેકઅપ ડાર્ક કલરમાં કરવામાં આવે છે, જેથી તેના ચહેરાના હાવભાવ સ્પષ્ટપણે જોઈ શકાય.
મોહિનીઅટ્ટમ
મોહિનીઅટ્ટમ નૃત્ય કલાકારનો ભગવાન પ્રત્યેનો પ્રેમ અને ભક્તિ દર્શાવે છે. આમાં, નૃત્યાંગના, ગોલ્ડન બોર્ડરવાળી સફેદ સાડી પહેરીને નૃત્ય કરે છે, તેની સાથે ભારે ઘરેણાં પણ પહેરવામાં આવે છે તેમજ સિમ્પલ મેકઅપ કરવામાં આવે છે.
ઓડિસી
ઓરિસા રાજ્યનું આ મુખ્ય નૃત્ય ભગવાન કૃષ્ણ પ્રત્યે તેની પૂજા અને પ્રેમ દર્શાવવા માટે કરવામાં આવે છે. આ નૃત્યમાં માથું, છાતી અને પેલ્વિસની સ્વતંત્ર હિલચાલ હોય છે. તેની છબી ભુવનેશ્વર સ્થિત ઉદયગીરીની પહાડીઓમાં દેખાય છે. આ નૃત્યની કલાકૃતિઓ ભગવાન જગન્નાથના મંદિર પુરી અને ઓડિશામાં બનેલા સૂર્ય મંદિર કોણાર્ક પર બનેલી છે.
કથ્થક
આ નૃત્યુની ઉત્પતિ ઉત્તર પ્રદેશમાં થઇ હતી.જેને રાધાકૃષ્ઠણી નટવરી શૈલીમાં પ્રદર્શિત કરાઇ છે. કથ્થક શબ્દ કહાણી અને સંસ્કૃત શબ્દ કથાર્થથી નિષ્પન થયેલ છે. મુગલ રાજમાં આ નૃત્ય રાજ દરબારમાં મનોરંજન માટે કરવામં આવતું હતું.
ભરતનાટ્ટયમ્
આ શાસ્ત્રીય નૃત્ય તમિલનાડુ રાજ્યનું છે. પ્રાચીન સમયમાં આ નૃત્ય નૃત્યાંગના દ્રારા મંદિરમાં પર્ફોમ કરવામાં આવતું હતું. જેને દેવદાસી કહેવામાં આવતી. આ પરંપરાગત નૃત્ય આખા વિશ્વમાં પ્રખ્યાત છે.
કુચિપુડ્ડી
આંધ્રપ્રદેશ રાજ્યમાં આ નૃત્યને ભગવાન મેલા નટકમના નામે પણ ઓળખવામાં આવે છે. આ નૃત્યુમાં ગીત ચરિત્રની મનોદશા એક નાટકથી શરૂ થાય છે. જેમાં ખાસ પ્રકારે કર્ણાટક સંગીતનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં વાયોલિન, મૃદંગ, બાંસુરી,નો ઉપયોગ થાય છે. કલાકારોએ પહેલા ઘરેણા હળવા અને કાષ્ટના બનેલા હોય છે.
મણિપુરી
મણિપુરી રાજ્યનું આ શાસ્ત્રીય નૃત્યુ છે. આ નૃત્યની શૈલીને જોગાઇ કહેવામાં આવે છે. જ્યારે ભગવાન ગોપી સાથે રાસલીલી કરતા હતા તો માતા પાર્વતીએ મહાદેવ પાસે આ રાસલીલા જોવાની ઇચ્છા વ્યક્ત કરી હતી આ સમયે મહાદેવે મણિપુરમાં આ નૃત્યુનું આયોજન કરાવ્યું હતું.