Yoga Day Celebration Live: આજે 9મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ: સિયાચીનથી માંડીને સમુદ્ર સુધી બધું યોગમય

International Yoga Day Celebration Live: આજે 9મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે. PM મોદી વિશ્વભરના દેશોના 3000 રાજદ્વારીઓ સાથે યોગાભ્યાસ કરશે. અહીં તમામ લાઇવ અપડેટ્સ વાંચો

gujarati.abplive.com Last Updated: 21 Jun 2023 02:30 PM

બ્રેકગ્રાઉન્ડ

International Yoga Day 2023 Live: યોગ દિવસ પર સમગ્ર વિશ્વમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પીએમ નરેન્દ્ર મોદી પણ અમેરિકાની સરકારી મુલાકાતે ગયા છે. આજે વડાપ્રધાન સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં આંતરરાષ્ટ્રીય...More

જામનગરમાં પ્રાર્થના અને શંખનાદ વચ્ચે યોજાયુ યોગ સત્ર

જામનગર શહેરમાં અજિતસિંહજી ક્રિકેટ પેવેલિયન ખાતે જિલ્લા કક્ષાની 'વિશ્વ યોગ દિવસ' ની ઉજવણી કરવામાં આવી. જામનગરમાં જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં જિલ્લા યોગ કો- ઓર્ડીનેટર  હર્શિદાબેન મહેતાના માર્ગદર્શન હેઠળ હાજર લોકોએ યોગ અને પ્રાણાયામનો અભ્યાસ કર્યો હતો. ઓમકારના ઉચ્ચારણ, શંખનાદ  સાથે યોગ કરીને લોકોએ અલોકિક અનૂભુતિનો અનુભવ કર્યો હતો.