National Saving Certificate: બજારમાં રોકાણના ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે, પરંતુ તેમ છતાં લોકો પોસ્ટ ઓફિસની નાની બચત યોજનાઓમાં રોકાણ કરવાનું પસંદ કરે છે. આવી જ એક સ્કીમ નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ છે. તમે નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ એટલે કે NSC સ્કીમમાં પાંચ વર્ષના સમયગાળા માટે રોકાણ કરીને મજબૂત વળતર મેળવી શકો છો. આ યોજના હેઠળ સરકાર જમા રકમ પર 7.7 ટકા ચક્રવૃદ્ધિ દરનો લાભ આપી રહી છે.


આ સ્કીમની ખાસ વાત એ છે કે આ સ્કીમ હેઠળ તમે કોઈપણ રકમનું ઓછામાં ઓછા રૂ. 1,000 અને વધુમાં વધુ રૂ. 100ના ગુણાંકમાં રોકાણ કરી શકો છો. આ સ્કીમમાં તમને આવકવેરા બચતનો લાભ પણ મળશે. આવકવેરાની કલમ 80C હેઠળ રૂ. 1.50 લાખ સુધીના રોકાણ પર કરમુક્તિનો લાભ મળે છે.


NSC હેઠળ તમે દેશની કોઈપણ પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવી શકો છો. આ સ્કીમમાં, તમે તમારા બાળક માટે પણ રોકાણ કરી શકો છો અને પાંચ વર્ષના સમયગાળામાં મોટું ફંડ મેળવી શકો છો.


NSC કેલ્ક્યુલેટર અનુસાર, જો કોઈ વ્યક્તિ આ સ્કીમમાં 10 લાખ રૂપિયાનું રોકાણ કરે છે, તો તેને 5 વર્ષની મુદત પછી મેચ્યોરિટી પર 14.49 લાખ રૂપિયા મળશે. જેમાં 4.49 લાખ રૂપિયા વ્યાજ તરીકે મળશે.  


બેંકની જેમ પોસ્ટ ઓફીસમાં પણ અનેક પ્રકારની સેવિંગ સ્કીમ્સ ફાળવવામાં આવે છે. આ યોજનાઓમાંની જ એક છે નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) સ્કીમ.  આ સ્કીમ એ લોકો માટે તૈયાર કરવામાં આવી છે જેમને સુરક્ષિત રોકાણની સાથે-સાથે મોટું વ્યાજદર પણ મેળવવું છે. NSC એક પ્રકારની ડિપોઝિટ સ્કીમ છે જેમાં 5 વર્ષ માટે પૈસા જમા કરવાથી સારું વ્યાજ મળે છે.  હાલમાં આ પોસ્ટ ઓફીસની આ સ્કીમ પર 7.7%નાં હિસાબે વ્યાજ આપવામાં આવે છે.


NSCમાં ઓછામાં ઓછા 1000 રૂપિયાનાં રોકાણથી શરૂઆત કરી શકાય છે. વધુમાં વધુ રોકાણની કોઈ સીમા નક્કી નથી કરવામાં આવી એટલે કે તમે ઈચ્છો એટલા પૈસાનું રોકાણ કરી શકો છો. કોઈપમ નાગરિક અહીં એકાઉન્ટ ખોલાવી શકે છે. જોઈન્ટ એકાઉન્ટની પણ સુવિધા આપવામાં આવે છે. માઈનરનાં નામથી તેના માતા-પિતા પણ રોકાણ કરી શકે છે. 10 વર્ષનું બાળક પોતાના નામે NSC ખોલાવી શકે છે.