Israel:યુદ્ધગ્રસ્ત ઇઝરાયેલમાં લોકો યુદ્ધમાં માર્યા ગયેલા પોતાના પ્રિયજનોના સ્પર્મને  સાચવી રહ્યા છે. જેના કારણે પોતાના પ્રિયજનોને ગુમાવનારા લોકોમાં આશાનું નવું કિરણ જોવા મળી રહ્યું છે. આ જ કારણ છે કે ઇઝરાયેલમાં હોસ્પિટલોમાં લોકોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે. આ લોકો સબમાંથી  વીર્યને લઇને તેને સુરક્ષિત રાખવાની માંગ કરી રહ્યા છે.


 શરૂઆત કેવી રીતે થઈ?


ઈઝરાયેલના પ્રોફેસર શિર ડાફના ટેકોહને ઑક્ટોબર 7ના હમાસ હુમલામાં પોતાના પ્રિયજનોને ગુમાવનારાઓને સાંત્વના આપવાની અને સમજાવવાની જવાબદારી સોંપવામાં આવી હતી. શિર દાફના કહે છે કે, હમાસના હુમલા પછી હોસ્પિટલોમાં મૃતદેહોના ઢગલા હતા અને જે લોકોએ પોતાના પ્રિયજનોને ગુમાવ્યા હતા, તેમના પરિવારો નિરાશા અને અંધકારમાં ડૂબેલા જોવા મળ્યા હતા. દરમિયાન, તેણે એક સંગીત સમારોહ દરમિયાન પુત્ર ગુમાવનાર મહિલાને પૂછ્યું કે શું તે તેના મૃત્યુ પછી તેના પુત્રના વીર્યને સાચવવા માંગશે? ડફનાએ જણાવ્યું કે આ સાંભળીને મહિલાની આંખો ચમકી ગઈ અને તે પોતાના પુત્રના વીર્યને સાચવવા માટે રાજી થઈ ગઈ.


દાફનાનું કહેવું છે કે, આ પછી તેણે હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશન સાથે વાત કરી અને થોડા કલાકો બાદ કાનૂની કાર્યવાહી બાદ મૃત શરીરના વીર્યને સાચવી લેવામાં આવ્યા. દાફના કહે છે કે તે પછી પરિવારના ઘણા સભ્યોએ પણ આ જ માંગણી કરી હતી. ઈઝરાયેલની હોસ્પિટલોનું કહેવું છે કે હવે મોટી સંખ્યામાં લોકો આ માંગ કરી રહ્યા છે. હવે આ શુક્રાણુઓથી ગર્ભ ધારણ કરીને બાળકોનો જન્મ થશે. આવી સ્થિતિમાં, યુદ્ધની તબાહીનો સામનો કરી રહેલા ઇઝરાયેલના લોકો માટે વીર્યને સાચવવાની પ્રક્રિયા વરદાનરૂપ  બની ગઇ છે.


PSR પ્રક્રિયા શું છે?


તમને જણાવી દઈએ કે, મૃત શરીરમાંથી શુક્રાણુ કાઢવાની અને તેને સાચવવાની પ્રક્રિયાને પોસ્ટહ્યુમસ સ્પર્મ રીટ્રીવલ (PSR) કહેવામાં આવે છે. આ પ્રક્રિયામાં મૃત શરીરમાંથી શુક્રાણુઓ કાઢી લેવામાં આવે છે અને પ્રવાહી નાઈટ્રોજનમાં સ્થિર રાખવામાં આવે છે. અગાઉ આ પ્રક્રિયા માટે કોર્ટમાંથી મંજૂરી લેવી પડતી હતી, પરંતુ હવે ઈઝરાયલ સરકારે હોસ્પિટલોને પણ આદેશ આપ્યો છે કે જો પરિવારના સભ્યો માંગ કરે તો તરત જ મૃતદેહમાંથી વીર્ય કાઢીને તેને સાચવવામાં આવે. તમને જણાવી દઈએ કે મૃત્યુ પછી 24 કલાક સુધી શુક્રાણુ સક્રિય રહે છે.