ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP)ના જવાનોએ ઉત્તરાખંડના કુમાઉ વિસ્તારમાં 15000 ફૂટની ઊંચાઈએ શૂન્ય કરતા પણ ઓછા તાપમાનમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરી, લદ્દાખમાં બરફના પહાડો પર જવાનોએ તિરંગો ફરકાવ્યો. આટલી કડકડતી ઠંડીમાં પણ દેશની સીમાની સુરક્ષા કરવા જવાનો કટિબદ્ધ છે.
જેનો એક વીડિયો સામે આવ્યો છે. દેશમાં દરેક જગ્યાએ ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે દેશએ રાજપથ પર પોતાની રાજકીય, આર્થિક, સાંસ્કૃતિક અને સૈન્ય શક્તિનું પ્રદર્શન કર્યું છે.
Watch: ગણતંત્ર દિવસ પર આઇટીબીપી જવાને ગાયું સોન્ગ, સોશિયલ મીડિયા પર વીડિયો થયો વાયરલ
વીડિયોમાં આ ગીત ગાતા દેખાતા કોન્સ્ટેબલનું નામ વિક્રમ જીત સિંહ છે. આ સૈનિકોએ ગણતંત્ર દિવસના અવસર પર આ ગીત દેશવાસીઓને સમર્પિત કર્યું છે.
ગણતંત્ર દિવસના અવસરે ઈન્ડો-તિબેટિયન બોર્ડર ફોર્સ (ITBP)ના જવાનો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર દેશને સમર્પિત ગીતો મૂકી રહ્યા છે, જે ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. ITBPએ તેના ટ્વિટર એકાઉન્ટ પર એક સુંદર વીડિયો શેર કર્યો છે, જેને સોશિયલ મીડિયા પર લોકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. વીડિયોમાં, ITBPના બે જવાન દેશભક્તિના ગીતો પર તેમનું શાનદાર પરફોર્મન્સ આપી રહ્યા છે... કર ચલે હમ ફિદા જાનો તન સાથીઓ, અબ હવે તુમ્હારે હવાલે વતન સાથીઓ”
વીડિયોમાં આ ગીત ગાતા દેખાતા કોન્સ્ટેબલનું નામ વિક્રમ જીત સિંહ છે. આ સૈનિકોએ ગણતંત્ર દિવસના અવસર પર આ ગીત દેશવાસીઓને સમર્પિત કર્યું છે. પ્રજાસત્તાક દિવસના આ અવસર પર લોકો આ સુંદર રજૂઆતને ખૂબ પસંદ કરી રહ્યા છે. 1962માં ભારત-ચીન યુદ્ધ બાદ 1964માં રિલીઝ થયેલી ફિલ્મ હકીકતનું આ ગીત લોકોને ખૂબ પસંદ આવ્યું હતું. આ જ કારણ છે કે દેશભક્તિથી ભરપૂર આ ગીતને અત્યાર સુધી ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે.
આ પ્રખ્યાત ગીતના બોલ પ્રખ્યાત ગીતકાર કૈફી આઝમી દ્વારા લખવામાં આવ્યા છે. સાથે જ આ ગીતને મોહમ્મદ રફીએ પોતાના અવાજથી સજાવ્યું હતું. ધર્મેન્દ્ર, બલરાજ સાહની, સંજય ખાન સહિતના અન્ય કલાકારો પર ફિલ્માવવામાં આવેલ આ ગીતને મદન મોહને પોતાનું સંગીત આપ્યું છે. નોંધનીય છે કે, આ વખતે ITBP ગણતંત્ર દિવસની ઉજવણી ખૂબ જ ધામધૂમ અને ઉર્જા સાથે કરી રહ્યું છે.
ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP)ના જવાનોએ ઉત્તરાખંડના કુમાઉ વિસ્તારમાં 15000 ફૂટની ઊંચાઈએ શૂન્ય કરતા પણ ઓછા તાપમાનમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરી, જેનો એક વીડિયો સામે આવ્યો છે. દેશમાં દરેક જગ્યાએ ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે દેશએ રાજપથ પર પોતાની રાજકીય, આર્થિક, સાંસ્કૃતિક અને સૈન્ય શક્તિનું પ્રદર્શન કર્યું છે.